ડીકેવી સર્કલ પાસે જાહેરમાં ઝઘડો કરતી મહિલાએ પોલીસ સાથે કરી મારામારી:
ઘરનો મામલો રોડ પર થઈ પોલીસ સ્ટેશને પહોંચ્યો: સીન- સપાટા પડ્યા ભારી ..માં દિકરીઓ સામે ફરિયાદ
આરોપી:- (૧ ) લક્ષ્મીબેન વા / ઓ રાજુભાઈ બાબરીયા રહે . ગોડલ નદીના સામે કાંઠે , સીવીલ હોસ્પીટલ બાજુમાં ૨ ) માનસીબેન વા / ઓ મયંકભાઈ માધવ રહે . પુનીતનગર પાસે , ખોડીયાર પાર્ટી પ્લોટ વાળી શેરી જામનગર ( ૩ ) રુચીબેન રાજુભાઈ બાબરીયા રહે , ગોકુલનગર , શાંતીનગર , શકતીનગર વાળી શેરી જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર : O7. જામનગર શહેરના સતત ધમધમતા ડીકેવી કોલેજ વિસ્તારમાં ગઇકાલે રસ્તા પર ત્રણ મહિલાઓ ઝઘડતી હોય પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લાવી હતી ત્રણેય મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવતા અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતા ત્રણેય સામે સાજે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગઇકાલે બપોરના સમયે ડીકેવી સર્કલ પાસે ત્રણ મહિલાઓ ઝઘડો કરી રહી હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો . પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસ કોન્સ.નીલેશભાઈએ સાઈડમા જવા કહેતા તેમની સાથે બોલાચાલી કરવા લાગતા તેથી ઝઘડો કરતી મહિલાઓને પોલીસ સ્ટેશન લાવી હતી ત્યા હાજર અન્ય પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી ઝગડો કરી સાહેદ વુમન પોલીસ ચાંદનીબેન પર હુમલો કરી માં દિકરીઓએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને પો.કો જીતેંદ્રભાઈ પર હુમલો કરી તેમની ડ્રેસમા લગાવેલ નેમ પ્લેટ ખેચી તોડી નાખી પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી પોલીસને ઝાપટો,લતોનો મારી મહિલા પોલીસ પર હુમલો કર્યો હતો
PSl સામાણીએ કલમ ત્રણ મહિલા સામે IPC કલમ૧૮૬, ૩૩૨,૩૫૩, ૧૬૦, ૩૨૩, ૫૦૪, ૪૨૭,૧૧૪ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ ૩ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.