IPS નિર્લિપ્ત રાય અને નિરજ બડગુજરને સોંપાયો વધારાનો ચાર્જ, ગૃહ વિભાગનો નિર્ણય
નિરજ બડગુજર જામનગર જીલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.દેશ દેવી ન્યુઝ જામનગર 01. ગુજરાતના બે આઇપીએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. જેમાં ઈંઙજ નિરજ બડગુજરને પોલીસમહા નિરીક્ષક પ્લાનિંગ મોર્ડનાઇઝેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઈંઙજ નિર્લિપ્ત રાયને પોલીસ મહાનિરીક્ષક કાયદો વ્યવસ્થાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા દિવસો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂંક કરવામાં આવી હતી.પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એન.એન.કોમર, આઈ.પી.એસ. (ગુજ:1996), અધિક પોલીસ મહાનિદેશક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર સંભાળી રહ્યાં છે. જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એસ.જી.ત્રિવેદી, આઈ.પી.એસ. (ગુજ:1999), પોલીસ મહાનિરીક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગર સંભાળી રહ્યાં છે.આ ચાર્જ સોંપણીની વ્યવસ્થામાં ફેરફાર કરી અન્ય હુકમો ન થાય ત્યાં સુધી પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યા પર નિરજકુમાર બડગુજર, આઈ.પી.એસ. (ગુજ:2008) ની એટેચ તરીકે નિમણૂંક કરવામાં આવે છે જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યાનો વધારાનો હવાલો નિર્લિપ્ત રાય, આઈ.પી.એસ. (ગુજ:2010), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે.