જામનગરના ગાંધીનગર વિસ્તારમાં યુવાનની આંખમાં સ્પ્રે છાંટી બે શખસ દ્વારા હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર 30.જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની અદાવતના કારણે બે શખ્સોએ હુમલો કરી આંખમાં સ્પ્રે છાંટી દીધા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગાંધીનગર નજીક પુનિત નગર શેરી નંબર -2 માં રહેતા હરેન્દ્રસિંહ ભનુભા ચુડાસમા નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર જૂની અદાવતના કારણે મનદુખ રાખી હુમલો કરવા અંગે તેમજ આંખમાં સ્પ્રે છાંટી દઈ ઇજા પહોંચાડવા અંગે એ વિસ્તારમાં જ રહેતા કુલદીપસિંહ લાલુભા જાડેજા, અને શક્તિસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.