જામનગરમાં લમ્પી વાઈરસથી ગાયોના મોતને પગલે તાત્કાલિક રસીકરણ શરૂ કરાવતા : સીટી ઇજનેર

0
642

જામ્યુકો અને જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા રસીકરણ શરૂ કરાયું

સિટી ઇજનેર ભાવેશભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ જામ્યુકોની સોલિડવેસ્ટ શાખા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સહ્યોગથી તાત્કાલિક વેક્સિન આપવાનું શરૂ કરાયું

જામનગરમાં ગાયો માટેના જીવલેણ વાયરસ ‘લમ્પી’ સામે લડવા કવાયત: ગાયોને રસી આપવા માટે તંત્ર દોડતું થયુદેશ દેવી ન્યુઝ જામનગર 28. જામનગર શહેરમાં લમ્પિ વાયરસની બીમારી ના કારણે સંખ્યાબંધ ગાયો મૃત્યુને ભેટી રહી છે, ત્યારે રસ્તે રઝળતી ગાયો ને વેક્સિન આપવા માટે જામનગરના ગૌ પ્રેમીઓ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાની ટીમ અને જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગની ટીમ દોડતી થઇ છે, અને રસ્તે રઝળતી ગાયો ને પકડીને વેકસીનેશન કરાઈ રહ્યું છે.જામનગરના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમજ કેટલાક ગૌ ભક્તો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં લમ્પિ વાયરસ ગ્રસ્ત રસ્તે રઝળતી ગાયો ને વેક્સિનેશન ને લઈને મહાનગરપાલિકાના તંત્રને ઢંઢોળવા ના મામલે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ધરણા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે સવારે જામનગર મહાનગરપાલિકાની ટુકડી શહેરના ભીડભંજન રોડ સહિતના વિસ્તારોમાં ઉતરી પડી હતી, અને રસ્તે રઝળતી ગાયો ને પકડી લઈ વેકશીનેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ટીમ પણ સાથે જોડાઇ હતી, અને રસ્તે રઝળતી ગાયો ને પકડી લઈ વેકસીન આપ્યા પછી તેઓને છોડી દેવામાં આવી છે.