ડિફેન્સ કોલોનીમાં બાળકોના ઝઘડામાં ગઢવી યુવાનની કરપીણ હત્યા: સામસામી ફરિયાદ જુવો Video

0
3689

બાળકોના ઝઘડામાં ગઢવી યુવાનની હત્યા : સામાવાળા વૃદ્ધા ગંભીર: સામસામી ફરિયાદ

આરોપી:- (૧ ) રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઇ ગઢવી (૨) મટુબેન માલદેભાઇ દાવાભાઇ ગઢવી રહે . ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ , જામનગર

આરોપી:-  (૧ ) મોમૈયાભાઇ રાયદેભાઇ ગઢવી રહે.ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ , જામનગર (૨) ભરતભાઇ રણમલભાઇ રૂડાચ રહે . રહે.ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ. જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 28.  : જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે બાળકો અંગેની તકરારમાં બે જુથ વચ્ચે ધિંગાણું થયું હતું, અને લાકડાના ધોકા-પાઈપ જેવા હથિયારો ઉડયા હતા. જેમાં એક યુવાનની નિર્મમ હત્યા નીપજી છે. અને બન્ને પક્ષની મારામારીમાં એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ બનાવને લઇને પોલીસ કાફલો દોડતો થયો છે, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આ હત્યા અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રીના 10.00 વાગ્યાના અરસામાં બાળકો અંગેની તકરારમાં ભરત રણમલ રૂડાચ તેમજ રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઈ ગઢવી ના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામા ધોકા-પાઇપ ઉડ્યા હતા. જેમાં ભરત રણમલ રૂડાચ નામના 28 વર્ષના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોક્ત મારામારીમાં મહિલાઓની પણ સંડોવણી હોવાથી બે યુવાનો તથા એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, જે તમામને પણ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાત્યારે  લોકોના ટોળા એકઠા થયા હતા અને જી.જી. હોસ્પિટલમાં તંગ વાતાવરણ બની ગયું હતું. ઉપરોક્ત ઘટનાની જાણ થતાં જામનગરનો સીટી-સી ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ એલસીબી અને એસઓજીની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સાથો સાથ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હત્યા ના બનાવ ની પાછળ બાળકો અંગેની તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે.પોલીસ દ્વારા બે વ્યક્તિને રાઉન્ડઅપ કરી લઇ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી જ્યારે ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૧૪ , જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ સામસામે ગુનોં નોંધી વધુ તપાસ સીટી-સીના  ઇન્ચાાર્જ Pl પી.પી.ઝા તથા સ્ટાફના ધમભા ઝાલા ચલાવી રહ્યા છે.