અગાઉ જામનગરની જમીન માપણી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગરમાં DILR તરીકે ફરજ બજાવતા કાતિક ગીતાબેન મહેતા સામે ફરિયાદ
13 ઓક્ટોબર 21ના રોજ રાજ્ય મહિલા આયોગ સમક્ષ મામલો પહોંચ્યો હતો
દેશ દેવી ન્યુઝે સાથેની વાતચીતમાં કાર્તિક મહેતાએ જણાવ્યુંં કે મારી પાસે સામાપક્ષે સમાધાન માટે ૫૦ લાખ માંગ્યા પરંતુ મારો કોઈ વાક કે કસુર નથી મારી પાસે તમામ પૂરાવા છે.સુરેન્દ્રનગરમાં જમીન માપણી કચેરીમાં (DILR) ફરજ બજાવતા અધિકારીએ દહેજ માટે શારિરીક – માનસિક ત્રાસ આપ્યો
જામનગરના મેયરની પુત્રીને પતિનો ત્રાસ શહેરના સીટી- બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા રાજકીય – સામાજિક ક્ષેત્રે ભારે ખળભળાટદેશ દેવી ન્યુઝ જામનગર 09. જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક – માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી – બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે.
જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મહાનગર પાલિકાના પ્રથમ નાગરીક એવા બીનાબેન કોઠારીની પુત્રી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી – બી ડિવિઝનમાં ફરિયાદનોંધાવી હતી કે , તેના રાજકોટ ખાતે રહેતા પતી છે તેમજ મારકૂટ કરતા હોય જે અંગેની ફરિયાદ સીટી – બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપવામાં આવી હતી જેને સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકભાઇને અનેક નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં.આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે સાથોસાથ ભારે ચર્ચા જાગી છે .