જામનગરમાં યોજાનાર ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો લ્હાવો લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા

0
1213

જામનગરમાં યોજાનાર ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો લ્હાવો લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા

78-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા પરિવારના યજમાન પદે યોજાશે કથા

આગામી રવિવારથી જામનગરના પ્રદર્શન મેદાનમાં ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો પ્રારંભપ.પૂ.રમેશભાઇ ઓઝા (ભાઇજી)ની વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે

અનેક ખ્યાતનામ હસ્તીઓ કથાનું શ્રવણ કરવા પધારશે

હજારનો ભકત્તો મહાપ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગરમાં આગામી તારીખ 1 મે થી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ ના આયોજન પૂર્વે જામનગર 78 ના ધારાસભ્ય અને ભાગવત કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં મા કથાની તેમજ રાત્રિના સમયે યોજાનાર ડાયરા સંતવાણી ના પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવી હતી. આવનાર 1 મેના શરૂ થતા એક સપ્તાહ દરમ્યાન આ ધાર્મિક કાર્યક્રમોમાં લોકોને જોડાવા પણ હકુભા જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં યોજાનાર પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા પૂર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અને ડી.સી.સી.ના ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો પણ સંપન્ન કર્યા છે. આ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જામનગરમાં 12 વર્ષ બાદ જાણીતા કથાકાર પૂ.રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇજી)ની કથાનું આયોજન અમારા પરિવાર અને શ્રી ભાગ્યલક્ષ્મી એજયુ. એન્ડ ચેરી.ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના લોકો અને જામનગરના તમામ વોર્ડ, દશેય તાલુકા, રાજકીય, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓને કથાનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તા.1ના રોજ પોથી યાત્રા નિકળશે ત્યારે હેલીકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે જેમાં નાશીકના ઢોલ અને 14 રાસ મંડળીઓ ભાગ લેશે, પરશુરામ જયંતિના દિવસે બ્રહ્મચોયર્સિી પણ રાખવામાં આવી છે, આ કથાનું રસપાન કરવા લોકોને અમારા પરિવારનું ભાવભર્યુ આમંત્રણ છે તેમ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા એ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું કે, છોટીકાશીનું બીદ ધરાવતા જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા માતા મનહરબા મેભા જાડેજાના આશિર્વા ર્થી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરેલ છે કથાનો પ્રારંભ વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ એકમ તા.1.પ.રરને રવિવારે કથાશ્રવણનો સમય સવારે 9થી બપોરે 1 કલાક સુધી રહેશે. આ કથા માટે થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં આયોજન કરવામાં આવેલ છે.આ કથા દરમ્યાન અનેક સંતો-મહંતો સહિતના મહાનુભાવો આ કથામાં ઉપસ્થિત રહેશે. કથા શ્રવણ બાદ મહાપ્રસાદ માટે વિદ્યોતેજ મંડળના મેદાનમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ સમગ્ર કથા દરમ્યાન તેમજ મહાપ્રાસદના આયોજન માટે 2000થી વધુ સ્વયંસેવક ભાઈ-બહેનો સેવા આપશે. ભાગવતજીના દર્શન કરવા અને પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વાણીનું રસપાન કરવા ધર્મપ્રેમીઓને અનરોધ કરાયો છે. આ પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન કોઠારી, ગૌતમભાઇ ઘેડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતું.