જામનગરમાં શ્રીરામની 41મી ભવ્ય શોભાયાત્રા રંગેચંગે સંપન્ન.
શ્રી બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રાના પ્રસ્થાન બાદ નગરભ્રમણ: 51 જગ્યાએ પ્રસાદનું વિતરણ કરાયું
શોભાયાત્રામાં મેયર, ધારાસભ્યો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉમટતા રામભકત્તો: અદ્દભૂત ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
દેશ દેવી ન્યુઝ જામનગર : 11 જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંગઠ્ઠનો, મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરીમાં ભવ્ય આયોજન સંપન્ન
જામનગર: જામનગરમાં ભગવાન શ્રીરામની રવિવારે 41મી સવારી બાલા હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવી હતી. જેમાં ખાસ રામ લક્ષ્મણ જાનકીનો ખાસ ફોલ્ટ તૈયાર કરીને બાલા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરી પ્રારંભ કરાવ્યો હતો.
રામ સવારીના પ્રારંભ વખતે મેયર, ધારાસભ્યો, રાજકીય નેતાઓ અને ખાસ કરીને મહિલાઓ જોડાયા હતા. તેમાં ભાજપના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જોડાયા હતા અને રામ સવારીમાં વિશિષ્ટ ચાંદીની ગદા ઉપાડીને જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય હકુભા જાડેજા, વિક્રમભાઈ માડમ, બીનાબેન કોઠારી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને ભાજપ- કોંગ્રેસના નગરસેવકો જોડાયા હતા.
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંગઠ્ઠનો, મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારી નીકળી હતી. રામ સવારી 40વર્ષ પૂર્ણ કરીને 41 વર્ષમાં પ્રવેશી છે.
કોરોના કાળના 2 વર્ષ દરમિયાન પ્રતિક શોભાયાત્રાના આયોજન પછી આ વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા 24 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરાયું હતું. રામ સવારી બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ કરાઈ અને શહેરના મુખ્ય માર્ગો પર નગર ભ્રમણ કરશે. જે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થઇ હતી.
શોભાયાત્રાનું માર્ગ પર 51 જેટલા સ્થળોએ રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ પ્રસાદ, આઇસ્ક્રીમ અને સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 41મી રામસવારીના અનન્ય આકર્ષણો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 41મી રામસવારીમાં આ વખતે અનેક વિવિધ આકર્ષણો ઉભા કરાયા હતા. જેમાં ખાસ કરીને જામનગર શહેરની સંસ્થા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામ – લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સાથેનો એક સુંદર અને ભવ્ય આકર્ષીત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો.
મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસની રાહબરી હેઠળ રંગેબરંગી લાઇટ સાથેનો ભવ્ય રથ તૈયાર કરાયો છે અને ભગવાન રામ લક્ષમણ જાનકીની પ્રતિમાને બીરાજમાન કરીને સમગ્ર રથને ભગવા ધ્વજથી સ્જજ બનાવી દેવામાં આવશે. ઉપરાંત રથની આગળ વિશાળ કદના ભગવા ધ્વજ સાથે 41 તરવરીયા યુવાનોને જોડવામાં આવ્યા છે. જે ભગવા ધ્વજ ફરકાવીને ભગવાનના રથની આગળ સંચાલનમાં જોડાયા હતા.
આ ઉપરાંત શોભાયાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જામનગરની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની મહિલા પાંખ દુર્ગાવાહિનીના 41 જેટલા બહેનો સફેદ વસ્ત્રો સાથેની વેશભૂષામાં રામસવારીમાં જોડાશે. દુર્ગાવાહીનીના બહેનો સ્વાગત કર્યું હતું.
જામનગરના સહિયર ગ્રુપના 41 જેટલા બહેનો પણ માથામાં રંગબેરંગી સાફા ધારણ કરી લાલ સાડીમાં સજ્જ બનીને હાથમાં ભગવા ધ્વજ સાથે જોડાશે. ઉપરાંત ભગવાન શ્રીરામની ધુન સાથે રાસની રમઝટ બોલાવશે. જેઓની સાથે રંગતાલી ગ્રૂપના 41 ભાઇઓ પણ એક સરખા ટી-શર્ટમાં સજ્જ બનીને રામધુન સાથે રાસની રમઝટ બોલાવી હતી.શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થશે અને ત્યાં શ્રી લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.