જામનગરની ડીફેન્સ કોલોની વિસ્તારમાં મહિલાની છેડતી અને તેના પતિને માર માર્યાની ફરિયાદ : ‘સોનુ’ ઝડપી લેવા તપાસ શરૂ.દેશ દેવી ન્યુઝ જામનગર 07: મૂળ ઉત્તરપ્રદેશના ઉનાવ જિલ્લાના વતની અને જામનગર શહેરમાં વુલનમીલ પાછળ આવેલી આનંદ સોસાયટીમાં રહેતી મહિલા સોમવારે સાંજના સમયે શંકર ભગવાનના મંદિરેથી આરતી કરી તેની દુકાન તરફ આવતી હતી ત્યારે સોનુ નામના શખ્સે પાછળ-પાછળ આવીને મહિલાની ચૂંદડી પકડી તેની સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન મહિલાના પતિએ સોનુને ‘મારી પત્નીને કેમ હેરાન કરશ ?’ તેવો ઠપકો આપતા સોનુએ ઉશ્કેરાઈને મહિલાના પતિને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
ત્યારબાદ મહિલાએ આ બનાવ અંગે જાણ કરતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે સોનુ નામના શખ્સ વિરૂઘ્ધ છેડતી અને હુમલાનો તથા ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.