‘સુપર કોપ’ની છાપ ધરાવતાં જામનગર જીલ્લાના નવા એસ.પી. પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો ચાર્જ
જીલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા નવા જીલ્લા પોલીસવડાનું ઉષ્માભર્યુ સ્વાગત
પોલોસ જવાનોએ નવા એસ.પી.ને સલામી આપી કરાયું સ્વાગત
જામનગરના ઇન્ચાર્જ એસ.પી.નિતેશ પાંડેયએ નવા એસ.પી.ને ચાર્જ સોંપ્યો
ચાર્જ લેતી વેળાએ નવા એસ.પી.ના પત્નિ પણ સાથે ઉપસ્થિત રહ્યા
ચાર્જ સંભાળતા જ જીલ્લા પોલીસ અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થાની ચર્ચા જામનગર: જામનગર જિલ્લાના નવા પોલીસવડા (એસ.પી.) તરીકે નિમણુંક પામેલા આઇપીએસ પ્રેમસુખ ડેલુનું જામનગરમાં આગમન થઇ ચૂક્યું છે.
દેશ દેવી ન્યુઝ જામનગર 06. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી પર હોદાનો હવાલો સંભાળવા પહોંચેલા પ્રેમસુખ ડેલુ નું સ્થાનિક પોલીસ અધિકારીઓ એ ઉત્સાહભેર પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.
છેલ્લે જયારે દીપન ભદ્રનની જામનગર જીલ્લામાં બદલી થયા બાદ આ પોસ્ટ ખાલી હતી અને અત્યાર સુધી એસ.પી નીતેશ પાંડેય એ ઇન્ચાર્જ પોલીસવડાની ફરજ બજાવી હતી. તાજેતરમાં થયેલ 77 આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલી બાદ આઇપીએસ પ્રેમસુખ ડેલું જામનગર એસ.પી. તરીકે નિમણુંક થઇ હતી જયારે નિતેશ પાંડેયને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એસ.પી. તરીકે બઢતી સાથે બદલી થઇ છે.
આઇ.પી.એસ. અધિકારી પ્રેમસુખ ડેલુ ની નિમણૂક કરવામાં આવતાં તેઓ જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે હાજર થયા હતા. જેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું અને તેમણે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.પી. પ્રેમસુખ ડેલુ ગુન્હાખોરો વિરૂઘ્ધ સામે કડક વલણ ધરાવે છે.અમદાવાદમાં દારૂના ધંધાર્થી એવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાના મામલે તેઓએ સારી એવી નામના મેળવી છે.
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકનો ચાર્જ સંભાળવા પહોંચેલા પ્રેમસુખ ડેલુનું આઇ.પી.એસ. અધિકારી નીતીશ કુમાર પાંડે અને જામનગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લા પોલીસવડાનું કચેરી પર પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સમયે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓએ જામનગર શહેર અને જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.