ચાંદી બજારમાં પત્નિની મશ્કરી બાબતે મેમણ યુવાનની હત્યા : 4 સામે ફરિયાદ

0
12555

જામનગર શહેરના ચાંદી બજાર પાસે મેમણ યુવાનની પત્નીની મશ્કરી બાબતે સમાધાન માટે બોલાવી પતિનું ઢીમ ઢાળી દેવાયું :4 સામે હત્યાનો ગુનો દાખલ:  રાત્રી 1:30 વાગ્યાનો બનાવ

સમાધાન માટે બોલાવી 4 શખ્સો ટૂટી પડ્યો : હુમલો હત્યામાં પલટાયો : આરોપી હાથવેતમાં.

મૃતક :- સબીર ગફારભાઇ લાલપરીયા જાતે મેમણ ઉવ-૨૫ ધંધો વેપાર રહે . પટણીવાડ મટકાફળી જામનગર 

આરોપી:-(૧) સદામ મહમદભાઇ બાજરીયા (૨) ઝુબેર મહમદભાઇ બાજરીયા (૩) મોહસીન ઉર્ફે ખજુર ઇકબાલભાઇ શેખ (૪) વસીમ સુલેમાન બશરદેશ દેવી ન્યુઝ જામનગર 05.જામનગર શહેરના ચાંદી બજાર પાસે રાત્રીના મરણ જનાર સબીર ગફારભાઈ લાલપરીયા તેમની પત્ની સાથે નીકળતા આરોપી સદામ બાજરીયા નામના શખ્સે તેમની મશ્કરી કરતા મામલો બીચક્યો જેથી પત્નિની મશ્કરી કરવા બાબતે સબીર ગફારભાઈ લાલપરીયા (મેમણ) અને સદામ બાજરીયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી બાદમાં સબીર પોતાની પત્નિ સાથે ઘરે ચાલ્યા ગયા હતા.જેથી સદામ બાજરિયાએ સબીરને સમાધાન માટે ચાંદી બજાર બોલાવેલ અને સદામ બાજરિયાએ અગાઉથી પોતાના ભાઈ જઝુબેર મહમદભાઇ બાજરીયા, મોહસીન ઉર્ફે ખજુર ઇકબાલભાઇ શેખ અને વસીમ સુલેમાન બશરને બોલાવીને રાખેલ સમાધાન માટે આવેલ મેમણ યુવાન કાઈ સમજે પહેલા જ અગાઉથી બોલાનીને રાખેલા ચાર શખ્સોએ સબીર ગફારભાઈ લાલપરીયા નામના યુવાનને પેટમાં આડેધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા.મેમણ યુવાન પર હુમલાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા લોહીલુહાણ હાલતમાં સબીર લાલપરીયા (મેમણ) ને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ટુકી સારવાર બાદ યુવાને દંમ તોડતા હુમલો હત્યામાં પલટાયો હતો હોસ્પિટલ ખાતે મેમણ જમાતના આગેવાનો દોડી ગયા હતા.

બનાવની જાણ થતા સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સપેેેક્ટર મહાવીરસિંહ જલુ દરબાર ગઢ ચોકીના PSI હરિયાણી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલતો રમજાનના પવિત્ર તહેવારમાં યુવાનની હત્યાથી અરેરાટી વ્યાપી ગઇ છે.