જામનગર પોલીસનું ‘ ઇ – કોપ એવોર્ડ ‘ થી સન્માન કરતા DGP
આધુનીક ટેકનોલોજીની (પોકેટ કોપ મોબાઇલની વાહન સર્ચ એપ્લિકેશનની) મદદથી જામનગર તથા રાજકોટમાં થયેલ 15 બાઇક ચોરીનો ભેદ ઉકેલવા બદલ રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા જામનગરનાં સીટી બી ડિવિઝન પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર તથા સ્ટાફને ‘ ઈ – કોપ એવોર્ડ એનાયતદેશ દેવી ન્યુઝ જામનગર 01. જામનગર શહેરની સીટી બી ડિવિઝનની ટીમે પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનની મદદથી વાહનચોરીના ગુનાઓ ડીટેકટ કરીને ૧૫ વાહનો કબ્જે કરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પીઆઈ , ૩ પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનને ઈ – કોપ એવોર્ડ આપવામાં આવ્યો છે . ફેબ્રુઆરી માસમાં જામનગરની સીટી બી ડીવિઝનના પીઆઈ કે.જે.ભોયેના માર્ગદર્શન ટીમ દ્વારા પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનની મદદથી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. જેમાં ટીમ દ્વારા કરાયેલી કામગીરી દરમ્યાન જામનગરની ૭ અને રાજકોટની ૮ વાહન ચોરી મળીને કુલ ૧૫ વાહન ચોરીનોભેદ ઉકેલી નાંખ્યો હતો અને રૂા .૩.૬૦ લાખની કિંમતની ૧૫ મોટર સાયકલો કબ્જે કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી . જે બદલ પોલીસ અધિક્ષક આશીષ ભાટીયા દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી માટે અપાતા ઈ – કોપ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી .
જેમાં સીટી બી ડિવિઝન તેમજ પીઆઈ કે.જે.ભોયે તેમજ પોલીસકર્મીઓ રાજેશભાઈ વેગડ , હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાને ડીજીપીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટેનો ઈ – કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .