જામનગરના બેડીમાં વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયેલા યુવાન પોલીસ મથકે થયો હાજર : મોટા માથાઓના નામની ચર્ચાએ પકડ્યું જોરપૈસાની લેતીદેતીના કારણે ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની આપી કેફિયત : ફરીયાદની તજવીજ
દેશ દેવી ન્યુઝ જામનગર 31. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રૂકીયાબેન કકલ નામના મહિલાએ સોમવારે જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી તેમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ઈશાકભાઈ કકલ ત્રણેક દિવસથી લાપતા બની ગયા છે. તેઓએ આર્થિક ભીંસના કારણે કેટલીક રકમ વ્યાજે લીધા પછી દબાણના કારણે તેઓ છૂપાઈ ગયા છે અથવા કોઈએ તેમને ગોંધી રાખ્યા છે તેવી રજૂઆત કરાયા પછી આ મહિલાએ બે વ્યકિતના નામ પણ પોલીસને આપ્યા હતા.
ત્યાર પછી ગુમ થઈ ગયેલા ઈશાકભાઈ બુધવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી ચઢયા હતા અને પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં પૈસાની લેતી-દેતીથી કંટાળીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે તેના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગુમ થનાર યુવાને કોની પાસેથી પૈસા લીધા હતા તેમજ તેને કોન દબાણ કરતું હતું તે દિશામાં હજુ તો પોલીસ તપાસ કરે તે પહેલા જ આ યુવાન પોલીસ સ્ટેશન હાજર થઇ જતાં અનેક તર્કવિર્તકો થઇ રહયા છે, બીજી બાજુ આખો બનાવ બેડી મરીન પોલીસ સ્ટેશનનો હોય સીટી-બી દ્વારા તેને કાગળો આપવામાં આવ્યા છે.