જામનગર મહાનગર પાલિકાના યોગ કો-ઓર્ડિનેટર રાજેશ્રી પટેલનો યોગક્ષેત્રે ડંકો : સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કો-ઓર્ડિનેટરની ખાસ ઉપસ્થિતિ

0
730

જામનગર મહાનગર પાલિકાના યોગ કો-ઓર્ડિનેટર રાજેશ્રી પટેલ દ્વારા પ્રમાણપત્ર વિતરણ

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કો-ઓર્ડિનેટરની ખાસ ઉપસ્થિતિ.દેશ દેવી ન્યુઝ જામનગર 25. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવેલ યોગમય ગુજરાત અભિયાનમાં રાજયના તમામ જીલ્લા-તાલુકા અને ગામડાઓમાં યોગ ટે્રેનરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી ઘર-ઘર સુધી યોગ પહોંચે અને લોકો એક તંદુરસ્ત સ્વસ્થ જીવનશૈલી અપનાવે.

આ તબક્કે જામનગર જીલ્લામાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરમાં જામનગર જીલ્લાના મહાનગર પાલિકા યોગ કોઓર્ડીનેટર રાજેશ્રીબેન પટેલ કે જેઓ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સાથે પણ સંકળાયેલ છે.

તેમના દ્વારા ગુજરાત યોગ બોર્ડની તાલીમ લીધેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ સમારોહ હોટલ શયાજી, ગુરૂદ્વારા સર્કલ પાસે રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય યોગ બોર્ડ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના હેડ કો ઓર્ડિનેટર  અનિલભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જે જામનગરના ટ્રેનરો માટે ગર્વની વાત છે અનિલભાઇ ત્રિવેદીના પ્રોત્સાહક યોગ સેવા અને ઉત્કૃષ્ટ શબ્દો દ્વારા યોગ ટ્રેનરોને યોગ ક્ષેત્રે વધુ સારી રીતે કામગીરી કરવાની પ્રેરણા મળી છે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભાજપ શહેર પ્રમુખ વિમલભાઇ કગથરા, ગાર્ડન અને હેલ્થ કમીટીના ચેરપર્સન અને વોર્ડ નં.2 ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, તથા પૂર્વ ભાજપ જીલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી અને યોગ ટ્રેનરોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ ઉપરાંત શ્રદ્ધા કરમુર, જયશ્રી ગોજીયા, ભીગીષા ચૌહાણની ટીમવર્ક અને સાથ સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સોળેકળાએ ખીલી ઉઠ્યો હતો.