જામનગરમાં વિપક્ષના કોર્પોરેટર ‘ફુરકાન શેખ’ વતી વચેટીયો ડોઢ લાખની લાંચ લેતા ઝડપાયો

0
1394

ગોકુલનગર વિસ્તારમાં બિલ્ડિંગના બાંધકામ મામલે દબાણ કરી લાંચની માગણી પરથી છટકું ગોઠવાયુ: જન્મદિવસ બન્યો ‘શોકમય’

જામનગરમાં વિપક્ષી ઉપનેતા ફુરકાન શેખ કોર્પોરેટર વતી દોઢ લાખની લાંચ લેતા વચેટિયો ઝબ્બે.

જામનગર મહાનગર પાલીકાના પટાંગણમાં જ ACB ટીમ ત્રાટકતા દોડધામ , બંનેને એસીબી કચેરી ખાતે ખસેડાયા. 

હજુ ઘણા કોર્પોરેટર.. તો ‘ એવા સેવાભાવી છે કે પોતાનો વિસ્તાર/વોર્ડ મૂકીને બીજાના વોર્ડની ચિંતા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.! 

બીજી બાજુ TPO નું ઉદાસીન વલણ સામે લુખ્ખાઓ બેફામ બન્યાછે, માટે ગેરકાયદેસર બાંધકામ કરતા આસામી વિરૂદ્ધ રજાચીઠી રદ અને બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવે તો આપો-આપ નિયંત્રણ આવે તેમ છે.

જામનગર મનપાના વોર્ડ નં .6 ના બસપા કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા વતી રૂ.દોઢ લાખની લાંચ લેતા વચેટીયાને છટકુ ગોઠવી એસીબીએ પકડી પાડતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

શહેર જિલ્લામાં જે કોઈ બાંધકામની સાઈટ ચાલતી હોય અને બીલ્ડર પાસેથી કોઈપણ દ્વારા લાંચની માંગણી કરવામાં આવે તો જે તે લોકો એસીબીનો સંપર્ક કરે: ACB પોલીસ ઈન્સ. એ.ડી પરમાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩.જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવી રહયુ છે. જેમાં ગેરકાયદેસર બાંધકામ છે , તેને તોડાવી અને અટકાવી દઇશુ એવી ચિમકી ઉચ્ચારી કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા દોઢ લાખની લાંચ માંગવામાં આવી હોવાની સંબંધિત આસામી દ્વારા એસીબીમાં ફરીયાદ કરાઇ હતી. જે ફરીયાદના આધારે એસીબીના પીઆઇ એ.ડી. પરમાર અને સમગ્ર ટીમે મંગળવારે બપોરે મહાપાલિકા પટાંગણમાં છટકુ ગોઠવ્યુ હતુ જે ટ્રેપ વેળાએ એસીબીએ વોર્ડ નં .6 ના બસપા કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા ફરકાન શેખ વતી રૂ.દોઢ લાખની લાંચ સ્વીકારતા અખિલેશ ચૌહાણને દબોચી લીધો હતો.

જામનગર મહાનગરપાલીકાના પટાંગણમાં ACB ત્રાટકતાની સાથે જ લોકોના ટોળા એકઠા થયા હતા