મોરકંડા રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ 23 ચોરાઉ સાયકલ સાથે સાહીલની ધરપકડ

0
711

મોરકંડા રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ 23 ચોરાઉ સાયકલ સાથે સાહીલની ધરપકડ

જામનગરમાં થતી સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી સીટી-એ ડીવીઝન પોલીસ

તળાવની પાળેથી એક સાથે ચાર સાયકલ ચોરી થયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

આરોપી શખસ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરીને સસ્તા ભાવે વેંચી નાંખતો હતો

દેશ દેવી ન્યુઝ-જામનગર O9. જામનગર શહેરમાં બાઇક ચોરીના અવાર-નવાર બનાવ બનતા હોય છે જેમાંથી મહંદઅંશે જામનગર પોલીસ બાઇક અને તેને ચોરનાર આરોપીઓને ઝડપી લેતી હોય છે પરંતુ હમણા છેલ્લા ઘણા દિવસથી શહેરમાં સાયકલ ચોરીના બનાવ પોલીસ ચોંપડે નોંધાયા હોય જેના પરથી જણાઇ આવ્યું હતું કે કોઇ સાયકલ ચોર ટોળકી સક્રિય બની છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી સાયકલ ચોરી કરી રહી છે. ખાસ કરીને શહેરના તળાવની પાળેથી એકી સાથે ચાર-ચાર સાયકલ ચોરીના બનાવથી સીટી-એ ડીવીઝન પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

સાયકલ ચોરીના આ બનાવથી જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટાફ તપાસમાં લાગી ગયો હોય દરમ્યાન, આજ તા.8-3-2022ને મંગળવારના રોજ પોલીસ સ્ટાફના પ્રવિણભાઇ પરમાર, વનરાજભાઇ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા, મેહુલભાઇ વીસાણી,શિવરાજસિંહ રાઠોડ વગેરે એ-ડીવી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે મોરકંડા રોડ ઉપરથી આવતા હોય ત્યારે વનરાજભાઇ ખવડ અને મહાવીરસિંહ જોડજાને મળેલી ખાનગી બાતમી મળેલ કે, ગરીબનવાજ પાર્ક શેરી નં.3માં રહેતા સાહીલ ઉમરફારૂકભાઇ શેખ નામનો શખસ પોતાના મકાનની ગલીમાં આવેલ એક ખંઢેર જેવા મકાનમાં સાયકલ ચોરી કરીને રાખતો હોય અને આવી સાયકલને સસ્તા ભાવે વેંચી નાંખે છે.આ બાતમીના આધારે એ-ડીવીઝન પોલીસે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા આ ખંઢેર જેવા મકાનમાંથી અલગ-અલગ કંપનીની કુલ ચાર સાયકલ મળી આવી હતી અને આરોપી શખસ સાહીલ પણ ત્યાં હાજર હોય જેથી તેની અટકાયત કરી પુછપરછ કરાઇ હતી અને તેણે આ ચાર સાયકલો તળાવની પાળ ખાતેથી ચોરી કરી હોવાની પોલીસને જણાવ્યું હતું. પોલીસે ચારેય સાયકલ જે હીરો સ્પ્રીન્ટ,હરક્યુલસ, હીરો અને એવોન કંપનીની હોય તેને મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી.

આ ઉપરાંત પોલીસે આ ખંઢેર જવા લાગતા મકાનના બીજા રૂમમાં તલાસી લેતા ત્યાંથી અલગ-અલગ કંપનીની કુલ 19 સાયકલ મળી આવી હતી, આથી દરોડામાં કુલ 23 સાયકલ પોલીસે જપ્ત કરી હતી.

આ દરોડામાં પોલીસે આરોપી શખસ સાહીલ ઉમરફારૂકભાઇ શેખની કલમ 102 અને 379 મુજબ કાયદેસર રીતે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ, જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટાફને શહેરમાં છેલ્લા ઘણા સમયથી થતી સાયકલ ચોરીઓનો ભેદ ઉકલવામાં સફળતા મળી છે.