ધ્રોલના ખારવા ગામની એક સગીરાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું મૃત્યુ : જી.જીમાં સારવાર હેઠળ

0
782

ધ્રોલના ખારવા ગામની એક સગીરાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી.

સગીરા પર તેના વતનમાં દુષ્કર્મ ગુજારાયું હોવાનું સામે આવતા ધ્રોલ પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે ગુનો નોંધ્યો.

તપાસનો દોર દાહોદ સુધી લંબાવાયો

સગીરાની તબિયત નાદુરસ્ત હોવાથી હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 25. ધ્રોલ તાલુકાના ખારવા ગામ માં રહેતા એક ખેડૂતની વાડીમાં મજૂરી કામ અર્થે આવેલા મૂળ દાહોદના વતની એવા શ્રમિક પરિવારની 17 વર્ષની સગીરા કે જેને ગકાલે પેટમાં દુખાવો પડ્યા પછી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયાં તેણીએ એક અપરિપકવ બાળકને જન્મ આપ્યો હતો, અને તે બાળકનો અધૂરા માસે જન્મ થયો હોવાથી તુરંત જ મૃત્યુ પામ્યું હોવાથી ભારે અરેરાટી ફેલાઈ હતી.સગીરા અપરણિત હોવા છતાં પણ તેણી ગર્ભવતી બની હોવાનું અને બાળકને જન્મ આપ્યો હોવાનું ધ્યાનમાં આવતાં હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી ધ્રોલ પોલીસની ટિમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી આવી હતી, અને સૌ પ્રથમ બાળકનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત ભોગ બનનાર સગીરાએ પૂછપરછ કરતાં તેણીએ પોતાના વતનમાંજ રહેતા એક શખ્સે પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાથી તેના કારણે પોતે ગર્ભવતી બની ગઈ હોવાનું કબૂલ્યું હતું.જે બનાવના સંદર્ભે આખરે ધ્રોલ પોલીસ મથકમાં દાહોદના એક શખ્સ સામે દુષ્કાર્મ ગુજારવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે પોકસો એકટ ની કલમ ઉપરાંત દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર દાહોદ સુધી લંબાવ્યો છે. ભોગ બનનાર સગીરાની તબિયત નાદુરસ્ત હોવાથી હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.