ગુડવોટ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા જર્કમાં દંડ ન ભરવા અને ટેરીફમાં ભાવમાં ઘટાડો ન કરવા અંગે કરેલ પીટીશન વિરૂઘ્ધ વાંધો ઉઠાવાયો
ન.પ્રા.શિ.સ.ના પૂર્વ સભ્ય નિતીન એ. માડમને પક્ષકાર બનાવવાનો આદેશ કરતું ગુજરાત વીજ પંચ
ગુડવોટ વેસ્ટ ટુ એનર્જી કંપનીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીન ટોકન ભાવે તથા શહેરમાંથી મળતો કચરો મફતના ભાવે અપાયા છે!
આ અંગે અનેક નગરસેવકો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી થી લઇ મ્યુનિ. કમિશ્ર્નરને અનેક વખત રજૂઆત કરાઇ છતાં કોઇ કાર્યવાહી નહીં!
આગામી દિવસોમાં આ કંપની વિરૂઘ્ધ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ ફરીયાદ કરવાની તૈયારી
દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 24.જામનગર શહેરરના નવાગામ (ઘેડ), ગાંધીનગર વિસ્તારમાં આવેલી ગુડર્વાટ વેસ્ટ ટુ એર્નજી કંપની દ્વારા વોર્ડ નં.1, 2, 3, 4 ના વસવાટ કરતા હજારો પરિવારના આરોગ્ય સાથે ચેડા થયા હોય, અવાજ, હવા, પાણીમાં પ્રદુષણ કરીને પરેશાન કરતી આ કંપની વિરૂઘ્ધ શહેરના જાગૃત નાગરિકો અનેક સંસ્થાઓના સતાધારી પક્ષના તથા વિરોધ પક્ષના અનેક નગર સેવકો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉર્જામંત્રી, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીશ્રી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર મ્યુનિશિપલ કમિશ્નર, મેયર, જામનગર વિગેરેને લેખિત રજુઆતો કરેલી.
પરંતુ આ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ કંપનીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીન ટોકન ભાવે તથા શહેરમાંથી મળતો કચરો મફતના ભાવે આપવામા આવે છે.
આ કંપનીને રૂ.7.07 પ્રતિ યુનિટના દરે નામદાર વિજ પંચની દરખાસ્ત મંજુર કરેલ. જયારે કંપનીએ લોન મેળવવા માટે પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવેલ તેમાં પ્રોજેકટ જાન્યુઆરી-2020 માં શરૂ થઈ જશે તેવી વિગતો આપેલ.
ત્યારે આ કંપની નિયત સમય મર્યાદામાં આ પ્રોજેકટ શરૂ કરેલ નથી. તે અંગે કરોડો રૂપિયાની દંડ(પેનલ્ટી) માંથી બચવા માટે અને હાલ જે ભાવ છે તેમાં કોઈ ફેરફાર ન થાય ને અંગે પીટીશન દાખલ કરી વિજ પંચ સમક્ષ વિવેધ રજુઆતો કરેલ હોય અમો દ્વારા શહેરના તથા ગુજરાતના કરોડો વિજ ગ્રાહકોને મોંઘી વીજળીનો બોજ ન વધે તે માટે આ કંપની સામે નામદાર ગુજરાત વિજ પંચ સમક્ષ કેસ નં.1998/2021 માં પક્ષકાર તરીકે જોડાવવા નિતીન માડમ દ્વારા અનેક ધારદાર રજુઆત કરેલ. દુ:ખની વાત એ છે કે, આ કંપની વિરૂઘ્ધ જર્કમાં ચાલતા કેસમાં જામનગર મહાનગરપાલિકાના કોઈ પ્રતિનિધી કે વકીલ આજ સુધી એક પણ વખત હાજર રહેલ નથી.
નિતીન એ. માડમ દ્વારા વ્યકિતગત અનેક ધારદાર રજુઆતો કરી અને કંપની સામે ચાલતા કેસમાં તા.17-2-2022 ના રોજ નામદાર પંચ દ્વારા નિતીન એ. માડમને પક્ષકાર તરીકે જોડવા હુકમ કરેલ છે.
શહેરનો વિકાસ થયો સારી વાત છે પરંતુ શહેરના હજારો પરિવારોના આરોગ્ય તથા શહેરની હવા, અવાજ, પાણીના પ્રદુષણના ભોગે વિકાસ શકય ન હોય. આગામી દિવસોમાં આ કંપની વિરૂઘ્ધ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ ફરીયાદ કરવાની તૈયારી પણ કરી રહયા છે. આ સાથે નામદાર પંચના હુકમની નકલ સામેલ કરેલ છે. .