કાલાવડનાં નપાણીયા ખીજડીયા સહકારી મેડળીના પ્રમુખે- મંત્રી વિરૂદ્ધ ૬૦ લાખના ઉચાપતની ફરીયાદ નોંધાવતા ખળભળાટ
દેશ દેવી ન્યુઝ જામનગર 18. શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ ચંપકભાઇ જોષી રહે – નપાણીયા ખીજડીયા ગામ વાળાએ પોતાની મંડળીના મંત્રી તરીકેની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના અંગત ફાયદા માટે ઠગાઇ કરવાના ઇરાદાથી મંડળીના ખેડુત ખાતેદારો ( સભાસદો ) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી મંડળીની અલગ અલગ પહોચો આપી તેમજ તે પૈકીની અમુક પહોચોમા પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોચો બનાવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું
તેમજ રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી રોજમેળમા પાના નં -૬૧ મા સામાન્ય ખાતાવહી પાના નં -૧૧૫ થી “ શ્રી જમીન ખરીદ ખાતે બા.જે. ( બાબત જે ) મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીનભાઇ જોષીએ ( વાઉચર ) મુજબ ” વાઉચર નં -૬૬ રોકડા રૂ .૬૦,૦૦,૦૦૦ / – ની કોઇ પણ ઠરાવ કે મંજુરી વગર એન્ટ્રી કરી રૂ .૬૦,૦૦,૦૦૦ / – ( અંકે રૂપીયા સાઇઠ લાખ ) ની નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો
શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના મંત્રી આરોપી બીપીનભાઇ ચંપકભાઇ જોષી એ તા .૨૯ / ૧૨ / ૨૦૨૦ ના રોજ મંડળીના લેટર-પેડ ઉપર મામલતદાર સાહેબ કાલાવડ નાઓને સંબોધીને વિષય : શ્રી નપાણીયા ખીજ્ડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા / ગીરો મુક્તી કરવા મળેલ નોટીશનો જવાબ ” તેમ વિષય રાખી મંડળીના લેટરપેડ ઉપર મામલતદાર સાહેબ ને પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી તે લખાણમા પ્રમુખ તરીકે “ રાઘવ દેવશી ” નામની ફરીયાદીની ખોટી સહી કરી મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા આથી કાલાવડ પો.સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૮ , ૪૬૪ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ , ૪૭૭ ( ક ) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.