વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વતી દોઢ લાખની લાંચ લેતાં તેનો Dr. પતી ઝડપાયો.

0
2012

દેવભૂમિ દ્વારકાની વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વતી દોઢ લાખની લાંચ લેતાં તેનો ડોકટર પતિ ઝડપાયો.

દેશ દેવી ન્યુઝ 27. જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનારમાં આવેલી આઈઓસી કંપનીમાં કોન્ટ્રેકટરને કામ કરવામાં અડચણ ઊભી નહિ કરવા માટે મહિલા સરપંચ અને તેના ડોક્ટર પતિએ રૂપિયા દોઢ લાખની લાંચ સ્વીકારી લેતાં એસીબીની ટ્રેપમાં ફસાયાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર અને તેના ખંભાલિયા ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડેન્ટિસ્ટ પતિ ડો.અબ્બાસ ઇબ્રાહિમભાઇ સંઘારે તાજેતરમાં આઇઓસીએલ વાડીનાર ખાતે બાઉન્ડરી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેના કામનો વર્ક ઓર્ડર મેળવનાર પેઢીના માલિક સાથે કામ કરવા બાબતે ચર્ચાઓ કરી હતી.

આ કામ ચાલુ કરવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામપંચાયતના મહિલા સરપંચના પતિએ રૂ.4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3-મોબાઇલ તથા બે આઇફોનની માગણી કરી હતી.

ઘરવખરીનો સામાન તથા 2 સેમસંગ તથા એક નોકિયા મળી 3 મોબાઇલ ફોન અને રૂ.50 હજાર રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત વધારાના રૂપિયા 3.50 લાખ તથા બે આઇ ફોન પૈકી રૂ.1.50 લાખની રકમ માટે સરપંચના ડોક્ટર પતિ તરફથી વારે વારે કહેવામાં આવતાં ગઈકાલે ફરિયાદીએ ડોક્ટરને રાજકોટ બોલાવ્યો હતો.આ પૂર્વે તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કરી ટ્રેપ ગોઠવી હતી. એમાં ડોક્ટર પતિ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, સરપંચ વતી રૂા.1.50 લાખની લાંચ લેતાં આબાદ પકડાઈ ગયો હતો સુપરવિઝન મદદનીશ નિયામક અજયસિંહ પી.જાડેજા એસીબી રાજકોટ એકમના માર્ગદશન હેઠળ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.