જામનગરના કાલાવડમાં રહેતા અને ગણેશ ઓઇલ મીલ ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયાએ પાસેથી રૂ .૧૬ લાખની કિમતના ૮૦૦ ડબ્બા તેલ લઇ પૈસા “ન” ચુક્વતા નડીયાદના બે શખસ સામે વિશ્વાસઘાત છેતરપિંડીની નોંધાવી ફરીયાદ.નડીયાદના બંને શખસે પહેલા 200 ડબ્બા તેલનો આર્ડર આપી બાદમાં 600 ડબ્બાનો ધુંબો મારી આચરી છેતરપિંડી..આપેલ ચેક થયા બાઉન્સ: ફોન કરવાની ના પાડી ધમકાવ્યો મોબાઇલ કર્યાં બંધ..
દેશ દેવી ન્યુઝ જામનગર 18. કાલાવડના કુષ્ણનગર શિવમ કાર સર્વિસ ની પાછળ રહેતા અને ગણેશ ઓઇલ મીલ નામથી પેઢી ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયા નામના પટેલ વેપારી પાસેથી નદીયાદ ગંજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા પાસે સંતરામ સેલ્સ એન્ડ્રુ કોર્પોરેશન નામની દુકાન ધરાવતા ઉતમભાઈ બારોટ અને જનકભાઇ નામના આરોપીઓએ કાલાવડના વેપારી પાસેથી ૨૦૦ શક્તિ બ્રાન્ડના તેલના ડબ્બા નો ઓર્ડર આપી જી.એસ.ટી સહીત ની રકમ નો ચેક આપેલ હતો.ભાવેશભાઇ દ્વારા ચેક બેંકમાં નાખતા બાઉન્સ થતા નડીયાદના ઉતમભાઇ બારોટને ફોન કરતા આરોપી દ્વારા આર.ટી..જી.એસ થી નાણા ચુકવી દઈ તેમ કહી ભાવેશભાઇ પટેલને વિશ્વાસમાં લઇ ફરી ૬૦૦ ડબ્બા તેલનો આર્ડર આપી તેલની ડિલવરી સંતરામ સેલ્સ એન્ડ્રુ કોર્પોરેશન નામની દુકાને ૬૦૦ તેલ ના ડબ્બા જી.એસ.ટી સહીત કીમત રૂ ૧૬૦૬૫૦૦ / – ( સોળ લાખ છ હજાર પાચસો ) જેમા બે ચેક કૂલ કીમત રૂ ૮૦૫૭૭૭ / – ના આપી અને બાકીના ૮૦૦૦૦૦ / – આર.ટી.જી.એસ થી કરી દેવાનુ જણાવેલ બાદમાં ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયા દ્વારા ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ થતા આ બાબતે ફોન કરતા આરોપી ઉતમભાઇ એ ફોન કરવાની ના પાડી અને પૈસા નહી આપી અને ફોન બંધ કરી દઈ અને ફરીયાદી ને ૧૬૦૬૫૦૦ / – ( સોળ લાખ છ હજાર પાચસો ) ની રકમ નહી ચુક્વી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી જનકભાઇ દ્વારા સદરહુ ગુન્હો કરવામા મદદગારી કરી અને ગુન્હો આચરેલ..
આથી ભાવેશભાઇ પાનસુરીયા ની ફરીયાદ પરથી નડીયાદ ના બંને શખસ વિરૂદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી સબબ ઇ.પી.કો. ૪૦૬.૪૨૦.૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.