જામનગર શહેરમાં મિલ્કત વેરો ન ભરનાર 11 આસામીઓની મિલ્કત જપ્ત કરતી ‘જામ્યુકો’દેશ દેવી ન્યુઝ જામનગર 15.: જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31, માર્ચ-21 સુધીમાં મિલ્કત વેરો ન ભરનાર મિલ્કત ધારકોને નિયમ અનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરી હોવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર 11 આસામીઓની મિલ્કત જપ્ત કરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા ત્રણ આસામીઓ પાસેથી સ્થળ ઉપર જ રુપિયા 96100ના દંડની વસૂલાત કરવામાં આવી છે.આસી. કમિશનર (ટેકસ) ભાર્ગવ ડાંગર અને અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં રિકવરી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું
જેમાં તા.13 ના રોજ મિલ્કત વેરાની 407282 ની રકમ બાકી હોય અગિયાર આસામીઓની મિલ્કત જપ્ત કરી લેવાઈ હતી અને આગામી દિવસોમાં વેરો ન ભરનારાઓની પણ મિલ્કત જપ્ત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરતાં વેરો ન ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.