આગામી 10 મીથી શરૂ થનાર “ગુજરાત વાઇબ્રન્ટ” સમીટને કોરોનાનું ગ્રહણ, હાલ પુરતી સમીટ મોકુફ

0
1300

આગામી 10મીથી શરૂ થનાર ગુજરાત વાઇબ્રન્ટ સમીટને કોરોનાનું ગ્રહણ, હાલ પુરતી સમીટ મોકુફ.

દેશ દેવી ન્યુઝ જામનગર 06. ગાંધીનગર રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી.

આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

કોરોના સંક્રમણ સાથે નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે.

વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીનેને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.