જામનગરમાં વીજચોરો પર વિજતંત્રની તવાઇ: શહેરમાં 16.80 લાખની વીજચોરી ઝડપાઈ

0
1320

જામનગરમાં વીજચોરો પર વિજતંત્રની તવાઇ: શહેરમાં 16.80 લાખની વીજચોરી ઝડપાઈ

ગુલાબનગર, નાગેશ્વર , બેડીબંદર રોડ, ધરાનગર, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં તંત્રની 29 ટીમ ત્રાટકી : 346 વીજ કનેક્શનમાંથી 70 માં ગેરરીતિ ખૂલતા દંડનીય બીલ ફટકારાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 28.જામનગરમાં સોમવારે વિજતંત્રની 29 ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 346 વીજ જોડાણમાંથી 70 માં ગેરરીતિ ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.16.80 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં.

વીજ ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને એસઆરપી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.શહેર અને જિલ્લામાં વીજકંપની દ્વારા સોમવારથી પુન: કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાૂં આવી છે.

જે અંતર્ગત સોમવારે વહેલી સવારે વિજતંત્રની 29 ટીમ શહેરના ગુલાબનગર, નાગેશ્વર , બેડીબંદર રોડ, ધરાનગર, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી.

સવારથી સાંજ સુધી ચાલેલા વિજચેકીંગ દરમ્યાન વીજ તંત્રના અધિકારીઓએ કુલ 346 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જે પૈકી 70 વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાતા રૂ.16.80 લાખના દંડનીય બીલ વીજચોરી કરનાર આસામીઓને ફટકારવામાં આવ્યા હતાં.

વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 સ્થાનિક પોલીસ, 11 એસઆરપી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પીજીવીસીએલ દ્વારા દિવાળીના તહેવારો બાદ વિજચેકીંગની ઝુંબેશ હાથ ધરી કરોડો રૂપિયાની વિજચોરી પકડી પાડવામાં આવી હતી.