જિલ્લા પંચાયતમાં 24 કામચોર ધેર-હાજર..! પ્રમુખનું સરપ્રાઇઝ ચેકીંગ

0
1430

જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખનું સરપ્રાઇઝ ચેકીંગ 25 કર્મચારી ‘ઘેરહાજર’

દેશ દેવી ન્યુઝ 24.જામનગર: જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખના આકસ્મિક ચેકીંગમાં 25 કર્મચારી ગેરહાજર મળી આવ્યા હતાં.

ગુટલીબાજ કર્મચારીઓને નોટીસ ફટકારી ખુલાસા પૂછવામાં આવશે. પંચાયતની 16 શાખામાં 2 થી વધુ કલાક ચેકીંગથી કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ દરમ્યાન કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો અરજદારોમાં જોરશોરથી ઉઠી હતી. જેના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ ગુરૂવારે બપોરે 12 વાગ્યાની આસપાસ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. પ્રમુખે પંચાયતની 16 શાખામાં કર્મચારીઓની હાજરી અંગે વિગતો મેળવી હતી.

જિલ્લા પંચાયતમાં 2 થી 2.30 કલાક ચાલેલા ચેકીંગમાં 25 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા હતાં. આથી પ્રમુખ પણ ચોંકી ઉઠયા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખે હાજરી અંગે આકસ્મિક ચેકીંગ હાથ ધરતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ચેકીંગ દરમ્યાન ગેરહાજર કર્મચારીઓને નોટીસ ફટકારી ખુલાસા પૂછવામાં આવશે.