ધ્રોલના ઐતિહાસિક ભુચરમોરીમાં શનિવારથી ગુંજશે ‘શૌર્ય કથા’

0
1868

ધ્રોલના ઐતિહાસિક ભુચરમોરીમાં શનિવારથી ગુંજશે ‘શૌર્ય કથા’

શુક્રવારે પૂર્વજોને શ્રઘ્ધાંજલી અર્પવા યજ્ઞ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વર્ચ્યુઅલ ઉદ્દઘાટન માટે આમંત્રણ પાઠવાયું

“આશરા ધર્મનો અજોડ ઇતિહાસ પુસ્તકનું વિમોચન કરાશે

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતની આગેવાનીમાં તડામાર તૈયારી.

દેશ દેવી ન્યુઝ જામનગર 22: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા તા. રપ થી 31 ડિસેમ્બર દરમિયાન ધ્રોળ નજીક આવેલ ભૂચરમોરીમાં દેશની ઁશૌર્ય કથાઁનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા શૌર્યકથાના મુખ્ય વકતા ડો. જયેન્દ્રસિંહ જાડેજા સહિત રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તથા સામાજિક-રાજકીય આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજનની માહિતી આપવામાં આવી હતી.શૌર્યકથાના આરંભ પૂર્વે તા. 24 ડિસેમ્બરે સવારે 10 કલાકે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા યજ્ઞ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

25 ડિસેમ્બરે શોર્ય કથાનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આયોજકો-આગેવાનો દ્વારા રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ઉદ્યોગકાર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે અગ્રણીઓ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કથાના પ્રથમ દિવસે જ ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પુસ્તક ઁઆશરા ધર્મનો અજોડ ઈતિહાસઁનું વિમોચન કરવામાં આવશે.

કથામાં વ્યાસપીઠ પર દરરોજ યદુવંશ પ્રકાશ ગ્રંથ તથા તેના રચયિતા રાજકવિ સ્વ. માવદાનજી રત્નુંની તસ્વીર તથા સ્મૃતિઓ બિરાજમાન રહેશે પ્રથમ દિવસે ચારણી સાહિત્યના નિષ્ણાત અનુભા ગઢવી તથા તેમના સાથી કલાકારો લોકસાહિત્યની સરવાણી વહાવશે.

તા. 26 ડિસેમ્બરે ગધેથળ ગાયત્રી આશ્રમના મહંત પ.પૂ. શ્રી લાલબાપુ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગકાર બળવંતસિંહ રાજપૂત, પૂર્વ સાંસદ તથા ભાજપ અગ્રણી ભરતસિંહ પરમાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી પી.એ. જાડેજા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે. કથાના બીજા દિવસે પ્રસિદ્ધ લોકકલાકાર રાજભા ગઢવી તથા તેમના સાથીદારો ઁશૌર્યામૃતઁ પીરસશે.

તા. 27 ડિસેમ્બરે સાંસદ શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ઈન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે. કથાના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કલાકાર જીતુદાન દાદ ગઢવી તેમના સાથી કલાકારો સાથે વીરતાની વાતોને આગવી શૈલીમાં રજૂ કરશે.

તા. 28 ડિસેમ્બરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા ધારાસભ્ય પ્રવિણભાઈ મુછાળા સહિતના અતિથિઓ ઉપસ્થિત રહેશે.કથાના ચોથા દિવસે લોકસાહિત્યના જાણીતા કલાકારો કીશોરસિંહ ગોહિલ (સમઢિયાળા) તથા મહિપતસિંહ જાડેજા (માણેકવાડા), જામરાવલના સૌરાષ્ટ્ર આગમન સહિતની ઐતિહાસિક ઘટનાઓને આગવી ઢબે રજૂ કરશે.

તા. 29 ડિસેમ્બરે ગોંડલના પ.પૂ. સંતશ્રી ઘનશ્યામજી મહારાજ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે કથાના પાંચમા દિવસે લોકસાહિત્યકાર હરેશદાન સુરુ ગઢવી તથા તેમના સાથી કલાકારો યુદ્ધ કથાઓનું રસપાન કરાવશે.

તા. 30 ડિસેમ્બરે પ્રાંસલા વૈદિક આશ્રમના પ.પૂ. સંત શ્રી આચાર્ય ધર્મબંધુજી, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય સી.કે. રાઉલજી, સ્વર્ણિમ ગુજરાત સમિતિના ચેરમેન આઈ.કે. જાડેજા વગેરે અગ્રણીઓ અતિથિઓ બનશે. કથાના છઠ્ઠા દિવસે શૌર્યગીતોને પહાડી અવાજમાં પ્રસ્તુત કરવા પ્રખ્યાત સુરેશભાઈ રાવલ સાથી કલાકારો સાથે વીરરસની રમઝટ બોલાવશે.

તા. 31 ડિસેમ્બરે સાણંદના શંકરગીરી આશ્રમના પ.પૂ. સંત શ્રી આનંદમૂર્તિ મહારાજ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ અતિથિ પદ શોભાવશે. કથાના સાતમા અને અંતિમ દિવસે લોકકવિ દુલા ભાયા કાગના સગા તથા કલાકાર મેરામણભાઈ ગઢવી તથા તેમના સાથી કલાકારો વીરતા અને ખૂમારીની કથાઓ પ્રસિદ્ધ કરશે.
સમગ્ર કથામાં પ્રતિદિન સવારે 9-30 થી 11 દરમિયાન કથાના મુખ્ય વકતા ડો. જયેન્દ્રસિંહ જાડેજા શૌર્ય કથા કહેશે. પ્રતિદિન સવારે 11 થી 11-30 ઉપસ્થિત સંતો તથા અતિથિઓ વકતવ્ય આપશે. પ્રતિદિન બપોરે 11-30 થી 1-30 દરમિયાન વિવિધ કલાકારો શૌર્યરસ પીરસશે. પ્રતિદિન 1-30 કલાકે ભોજન-પ્રસાદ વિતરણ થશે.

કથા દરમિયાન નિયમિત રાજ્યભરમાંથી રાજપૂત અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર કથા દરમિયાન પ્રતિદિન પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહેશે.

સમગ્ર આયોજનની જાણકારી આપવા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. જીતેન્દ્રસિંહ જાડેજા, પી.ટી જાડેજા, ગોવુભા કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા, ભરતસિંહ કે. જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, પી.એમ. જાડેજા, કાનુભા જાડેજા, ઘનશ્યામસિંહ સોઢા, ભરતસિંહ જાડેજા (ખીરી), હિતુભા ચુડાસમા, વિજયસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રાજભા જાડેજા (વાગુદળ) વગેરે રાજપૂત અગ્રણીઓએ રાજપૂત સમાજ સહિત દરેક સમાજને તથા ખાસ કરીને યુવા વર્ગને ઁશૌર્ય કથાઁનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મીડિયાના માધ્યમથી દેશ-વિદેશમાં કથાનું પ્રસારણ પણ થશે.

અશ્વદોડ સ્પર્ધાનું આયોજન-યુવા જાગૃતિ દિવસની ઉજવણી

તા. 29 ડિસેમ્બરે બપોરે 2 કલાકે ભૂચરમોરીના મેદાનમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્વિનર સહદેવસિંહ જાડેજા તથા સહકન્વિનર અર્જુનસિહ જાડેજા આયોજીત આ કાર્યક્રમમાં પર્વ મેટલ્સ (રાજકોટ) ના ડાયરેકટર એસ.ડી. ઝાલા તથા કિરણસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર રાજભા જાડજા (વાગુદળ), દશરથબા એમ. પરમાર, જી.પી.સી.બી.ના નિવૃત્ત અધિકારી કે.બી. વાઘેલા અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે નિવૃત્ત પોલીસ અધિકારી બળદેવસિંહ એસ. સરવૈયા, અજીતસિંહ બી. ગોહિલ (ઢસા) તથા કિશોરસિંહ જાડેજા (ગોંડલ) સેવા આપશે.

તા. 31 ડિસેમ્બરે સવારે 9-30થી બપોરે 1-30 દરમિયાન ભૂચરમોરી શહીદ સ્મારક, ધ્રોળમાં યુવા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. કન્વિનર કિશોરસિંહ ઝાલા (સદાદ) તથા સહકન્વિનર મનોહરસિંહ નટુભા જાડેજા (જાબીડા) દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ન્યૂરો સર્જન ડો. જીગરસિંહ જાડેજા, કાર્ડિલોજીસ્ટ ડો. ધ્રુવકુમાર. જાડેજા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. હરપાલસિંહ વાઘેલા, ડો. રૂદ્રસિંહ ઝાલા, પરમવીરસિંહ પરમાર, કુલદિપસિંહ રાણા, યુવરાજસિંહ રાણા, રૂપેન્દ્રસિંહ ઝાલા, અક્ષિતસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, મિતરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ સોઢા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં 45 વર્ષથી નાની વયના લોકોને વ્યસન મુકિત તથા વારસામાં પ્રાપ્ત જમીન “ન”  વેંચવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.