રામેશ્વરનગરમાં દારૂડીયાનો આંતક: રેકડી સંચાલક ઉપર 2 શખસનો હિચકારો હુમલો: માથા ફોડયા.

0
3006

રામેશ્વરનગરમાં લુખ્યા દારુડીયાનો આતંક: ઇંડાકળી રેકડી સંચાલક ઉપર કરી પથ્થર વારી..

રેકડી બંધ કરીને ઘરે જતા રાજપુત યુવાન પર જમવાનું આપવા બાબતે બે શખસોએ હુમલો કરી દેતા નાસભાગ મચી જવા પામેલ..

ઇજાગ્રસ્તોને માથાના ભાગે ઇટનો ઘા લાગતાં ગંભીર ઈજા થતા જીજીમાં ટાંકા લેવાનો વોરો આવ્યો.

જામનગરનું રામેશ્વરનગર માથાકૂટ અને દારૂડિયાનું હબ બની ગયું હોય તેમ અવારનવાર દારૂડીયાના આંતક મારામારી છેડતી, જેવા ગંભીર ગુના હવે આમ વાત થઇ ચુકી છે.!

દેશ દેવી ન્યુઝ ૧૩.જામનગરના રામેશ્વરનગરમાં માનસી પ્રોજેક્ટ વાળી ગલીમાં રહેતા અને રામેશ્વર પાંચ બંગલા બસ સ્ટોપ પાસે ઇંડાકળીડાની રેકડી ચલાવતા ભગવતસિહ મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાન ઉપર જમવાનું આપવા બાબતે નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ નામના બે નશાખોર શખ્સોએ ઇંડાકળીનો ધંધો કરતા રેકળી સંચાલક પર અચાનક હુમલો કરી દેતા મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાનને લોહી-લુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ઘટાડવામાં આવ્યા હતા.

જામનગર શહેરના રામેશ્વરનગર પાછળ આવેલ ગાયત્રીનગર માનસી  પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા અને રામેશ્વર બસ સ્ટોપ પાસે ઈટાલી ની રેગડી ચલાવતા મહેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલાની રેગડી એ નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ નામના બે શખસ દારૂના નશાની હાલતમાં ઈંડા કઢી ખાવા માટે આવેલ પરંતુ રેકડી બંધ થઈ ગઈ હોય માટે રેકડી સંચાલકે જમવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ગાળો આપવા લાગેલ અને આદિત્ય બારોટે ઈંટનો છૂટો ધા કરતા મહેન્દ્રસિંહ ઝાલા ને માથાના ભાગે લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.

આથી પોલીસે મહેન્દ્રસિંહની ફરિયાદ પરથી નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ સામે આઇ.પી.સી.ક્લમ ૩૨૩, ૩૨૪,૫૦૪ , ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.