જામનગરના ઢીંચડા રોડ પરની ખાનગી શાળામાં વિદ્યાર્થીની કોરોના સંકમીત થતા દોડધામ: સ્કુલ બંધ..

0
2365

જામનગરના ઢીંચડા રોડ પરની ખાનગી શાળામાં વિદ્યાર્થીની કોરોના સંકમીત થતા દોડધામ: સ્કુલ બંધ..

છાત્રાના સંપર્કમાં આવેલા 100 થી વધુલોકોના કોરોનારિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો..

શાળાની વિદ્યાર્થિની જામનગર શહેરની ખાનગી કોરોના સંક્રમિત ,શાળા 7 દિવસ માટે બંધ કરાઈ

પોઝિટિવ છાત્રાના વાલીએ જાગૃતિ દાખવી શાળાને જાણ કરી હતી,

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગંભીરતા લઈ તુરંત ટેસ્ટની કવાયત હાથ ધરાઇ..

દેશ દેવી ન્યુઝ ૧૩..જામનગરની એક ખાનગી શાળાની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતાં આ શાળા એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.

જ્યારે વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવેલા તેણીના ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ ,અમુક વાલીઓ , અને શિક્ષક ગણ સહિત 100 લોકોના કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

જો કે તમામ રિપોર્ટ નેગેટિવ મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે . જામનગરના ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની સંચાલિત એક શાળામાં અભ્યાસ કરતી ધો -6 ની એક વિદ્યાર્થીની કરોનાગ્રસ્ત બની હતી .

જેની જાણ થતાં જ શાળા સંચાલકો દ્વારા એક અઠવાડિયા માટે શાળાને બંધ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી . જેથીઅગમચેતી રૂપે વિદ્યાર્થિનીના કલાસમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ, અમુક વાલીઓ તથા શિક્ષકો મળી 100 લોકોના કોરોના પરિક્ષણ કરવા આવ્યા હતા જો કે તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું છે..

હાલ જામનગરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અને સંકમણ વધતા તેમાંય ખાસ કરીને બાળકી માં કોરોના ના લક્ષણો દેખાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે..