જામનગરના શંકરટેકરીમાં ઘોડીપાસાના અડ્ડા ઉપર ત્રાટકતી પોલીસ: પાંચ ઝડપાયા, સાત ફરાર..
નવી નિશાળની પાછળ પોલીસનો દરોડો: 99 હજારનો મુદામાલ કબ્જે..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૪: જામનગરના શંકરટેકરી નવી નિશાળ પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે પોલીસે દરોડો પાડીને પાંચ ખેલંદાઓને રોકડ, મોબાઇલ મળી 99 હજારના મુદામાલ સાથે દબોચી લીધા હતા જયારે નામીચા શખ્સ સહિત 7 ફરાર થઇ ગયા હતા.
તમામની સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, દરોડાના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
શંકરટેકરી નવી નિશાળની પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાય છે તેવી બાતમીના આધારે સીટી-સી ડીવીઝન પોલીસે દરોડો પાડીને ઘોડીપાસાનો જુગાર રમતા શંકરટેકરીના હાજી અબ્બાસ ખફી, કૌશિક પ્રવિણ ધંધુકીયા, લંઘાવાડના ઢાળીયા પાસે રહેતા અસલમ સતાર ઓડીયા, દરબારગઢ ચોકીની બાજુની શેરીમાં રહેતા અલ્તાફ મામદ બકાલી અને વાઘેરવાડામાં રહેતો મોહીનુદીન હબીબ સચડા નામના શખ્સોને રોકડ 67300 અને 6 મોબાઇલ મળી કુલ 99800ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
જયારે શંકરટેકરીમાં રહેતો અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી, મહાદેવનગરના લાખા દલુ ધારાણી, શંકરટેકરીના શબ્બીર ઉર્ફે શબલો અબ્બાસ ખફી, વિશ્રામવાડી દી.પ્લોટ 58 માં રહેતો અશોક ઉર્ફે મીરચી ખટાઉમલ મંગે, શંકરટેકરીના બશીર ઉર્ફે બશલો બાડો અબ્બાસ સુમરા, જામનગરના મુન્નો ઉર્ફે મુન્નો માટલીવાળો અને શંકરટેકરીના સાદીક કાસમ સંધી નામના શખ્સો ફરાર થઇ ગયા હતા.
આ દરોડાની કાર્યવાહી સીટી-સી ડીવીઝનના પીઆઇ ગાધેની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.