ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે..

0
862

ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે..

નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે.

તેથી હવે 17થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર ૨૦.: રાજયમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા માવઠાને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જો કે રાજ્યના માવઠાની સહાયમાં નવા નિયમોના કારણે ખેડૂતોને લાભ નહિ મળે. જેમાં કટ ઓફ ડેટ પછી માવઠું થતા ઈખ કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે.

આ નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે. તેથી હવે 17 થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે. તેમજ માવઠાને લીધે પાસ, ડાંગર, મગફળી, બાજરી, તલ સહિતના પાકોને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં લો-પ્રેસરના કારણે ગુજરાતના હવામાનમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. તેમજ સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે.

જેમાં શુક્રવારે રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ વરસાદ થયો હતો જ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખબક્યો હતો.

આ ઉપરાંત વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ થયો હતો. તેમજ માવઠાના કારણે ખેડૂતોને(ઋફળિયતિ)મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એમાં પણ બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં તો રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે.ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત રાજયના અનેક માર્કેટ યાર્ડ ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું છે.