રામેશ્વર નગરમાં “ભાઇ” ને રૂમમાં બંધ કરી “બહેન” નું અપહરણથી ચકચાર

0
1559

જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં ભાઇને રૂમમાં બંધ કરી બહેનનું અપહરણ

માટેલ ચોકમાં રહેતાં નેરન ભીખુ ઝાલા નામના શખસ સામે અપહરણની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯.જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલાં કિષ્ના પાર્કમાં રહેતાં અને સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં યુવાનની 16 વર્ષની સગીરા પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇ તરૂણીના 12 વર્ષના ભાઇને રૂમમાં પુરી દઇ ‘તારા બાપાને કે જે જે થાય તે કરી લે’ તેવી માટેલ ચોકમાં રહેતાં નેરન ભીખુ ઝાલા નામનો શખ્સ ગુરૂવારે સવારના સમયે સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને આ બનાવની ભીખુભાઇ દ્વારા જાણ કરતાં પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે નરેન ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.