જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરતું કોંગ્રેસ : હિન્દુ સેનામાં ઉગ્ર રોષ : ફરિયાદની તજવીજ: કોર્પોરેટરના ઘરે પોલીસ બંદોબસ્ત

0
1341

જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરતું કોંગ્રેસ : હિન્દુ સેનામાં ઉગ્ર રોષ : ફરિયાદની તજવીજ

હિન્દુ સેના દ્વારા ગઇકાલે મુકાયેલ નાથુરામ ગોડસેની પ્રતિમાને આજે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના નેતાઓએ તોડી નાંખી..કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે કોર્પોરેટર ધવલ નંદા ના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

સીટી એ ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુ તથા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે..

ગઇકાલે દરબારગઢ પાછળ, દુધિયા હનુમાન આશ્રમ ખાતે નાથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરાઇ’તી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૬.જામનગર: જામનગરમાં હિન્દુસેના દ્વારા ગઇકાલે નથુરામ ગોડસેની પૂણ્યતિથી નિમિત્તે પ્રતિમા સ્થાપિત કરી ‘ ન મારા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ગોડસેની પ્રતિમાની સ્થાપના પછી આજે જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી પ્રતિમા તોડી પાડવામાં આવી હતી જેને લઇ હિન્દુ સેનામાં ભારે ઉગ્ર રોષ ફેલાયો છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવાની વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ દ્વારા ગોડસેની પ્રતિમાને ખંડિત કરવાના બનાવની જાણ થતા સીટી-એ ડીવીઝનનો પોલીસ કાફલો તાકિદે ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જામનગર શહેરમાં હિન્દુસેના દ્વારા નાથુરામ ગોડસેની પ્રતિમા માટે વહીવટી તંત્રો પાસે જગ્યાની માંગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં ન આવતા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ વતી પ્રતિક ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા હિન્દુસેનાની જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનો વિરોધ કરી જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી નથુરામ ગોડસેની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ, ગોડસેજીની પ્રતિમાને લઇ અનેક બાદ વિવાદો થયા હતા, વિધ્નો આવ્યા હતા, તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિતમાં કોઈ જવાબ ન મળતાં આ મારી જગ્યા માં ગોડસેજીની પ્રતિમ સ્થાપિત કરી હતી, પરંતુ તંત્ર પાસે અમારી જાહેરમાં પ્રતિમા બેસાડવાની માંગણી કાયમી રહેશે.

આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુની ખાસ હાજરીમાં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલના માર્ગદર્શનથી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા, ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ધીરેન નંદા, જયેશ પિલ્લાઈ, પાર્થ ચોવતિયા, પૃથ્વી વાઢેર, જીમી ભરડવા, દિનેશ કેશવાલા, જતીન ઠાકોર, અર્જુન, રામુ, વાશુ વગેરે સૈનિકોની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસેની પ્રતિમા 15 નવેમ્બર 2021નાં દરબારગઢ પાછળ દુધિયા હનુમાન આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરી હતી.