વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: CM પટેલ
જાહેરમાં વેજ-નોનવેજની વાત પહોંચી CM દરબારમાં: ટ્રાફિક નડશે તે લારીઓ હટાવાશે.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫.જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે.
તેવામાં જામનગર સહિત સમગ્ર ગુજરાત ભરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ માટે અલગ-અલગ સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટી દ્વારા વિરોધ અને સમર્થનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.
જો કે આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.