જામનગરમાં આતંક જેવી સ્થિતિ અને ધાર્મિક લાગણી દુભાવતી નોનવેજની રેંકડીઓ હટાવવા 10 કોર્પોરેટર દ્વારા મ્યુનિ. કમિશ્ર્નર અને મેયરને રજૂઆત..નાનકપુરીથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ રેંકડી તથા કેબીનવાળા દ્વારા થતુ દબાણ તાત્કાલિક દૂર કરવા લેખિતમાં રજૂઆત..
નોનવેજની રેંકડીએ અસામાજીક અને આવારા તત્વોથી જાહેર માર્ગ પર રાહદારીઓને અવર-જવરમાં પડતી મૂશ્કેલી..
નોનવેજની રેંકડી-કેબીનધારકો દ્વારા ગંદો કચરો જાહેર રસ્તા અને કેનાલમાં ફેંકાતો હોવાનો પણ ઉલ્લેખ
હાલ કોરોના મહમારીમાં રાત્રે 10 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખવાની મંજુરી હોવા છતાં મોડી રાત સુધી ધમધમતી દુકાન..
અનેક શહેરીજનોની ધાર્મિક લાગણીને દુભાવતી હોય જેથી આવા રેંકડીઓ ત્યાંથી દુર ખસેડવા તાત્કાલીક કાર્યવાહી કરવા રજૂઆત..
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર ૧૧.જામનગર શહેરના નાનકપુરીથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ નોનવેજ (મટન-ઇંડા-ચીકન બનાવાર) રેંકડી તથા કેબીનવાળા દ્વારા થતુ દબાણ તાત્કાલિક દૂર કરવા વોર્ડ નં.13 ના નગરસેવક અને એડવોકેટ કેતન નાખવા દ્વારા જામનગર મ્યુનિ. કમિશ્ર્નર, મેયર અને સ્ટે.કમીટી ચેરમેનને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. કેતનભાઇ નાખવાની આ રજૂઆતને જામનગરના અન્ય 9 કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, પ્રવિણાબેન રૂપડીયા, શોભનાબેન આર. પઠાણ, હર્ષાબા પી. જાડેજા, જેન્તીલાલ એમ. ગોહિલ, ગીતાબા એમ. જાડેજા, વિનોદભાઇ એન. ખીમસુર્યા, પાર્થ પી. કોટડીયા અને ભારતીબેન એ. ભંડેરી દ્વારા પણ સમર્થન અપાયું છે.
જામનગરના વોર્ડ નં. 13,15 અને 16 માંથી પસાર થતો નાનકપુરથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ નોનવેજની રેકડીઓ તથા જાહેરમાં મટન કપાતું હોય અને આજુ બાજુ વિસ્તારમાંથી પસાર થતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય, તેમજ ત્યાં રોડની બંને સાઇડ દબાણ થવાથી રાહદારીઓને હાલવા-ચાલવામાં પણ ભારે તક્લીફ પડતી હોય છે. આ ઉપરાંત રેંકડીઓની આજુબાજુ ગ્રાહકો પોતાના વાહનો પણ આડેધડ પાર્ક કરવાથી વારંવાર અકસ્માતો થાય છે.
અનેક અસમાજીક અને આવાર તત્વો દારૂ પીધેલી હાલતમાં આવી રેંકડીઓએ આવીને ઉભા રહેતા હોય જેથી આતંક જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. નોનવેજની રેંકડીવાળાઓ પોતાનો ગંદો કચરો બાજુની કેનાલમાં નાંખતા હોય છે.
હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં 10 વાગ્યા સુધીનું જાહેરનામું હોવા છતાં પણ કોઇપણ જાતના લાયસન્સ કે પરવાના વગર આ રેકડીઓ અને કેબીન ધારકો મોડી રાત્રી સુધી ખુલ્લી રાખતા હોય છે. જેથી ત્વરીતે આવા દબાણ દુર કરાવી જાહેર રાહદારીઓનો માર્ગ ખુલ્લો કરાવી અને ધાર્મિક લાગણીને દુભાવતી અટકાવી ત્યાંથી દુર ખસેડવા તાત્કાલીક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે.