ડે.મેયરના વોર્ડમાં લોકોએ પાણી વેચાતુ લેવું પડે છે: ગૃહિણીઓ ત્રાહિમામ..

0
501

નવ-નવ મહિનાથી પાણી “ન” આવતા પારાવાર મુશ્કેલીથી આક્રોશઃ વિસ્તારવાસીઓએ લીધા છાજીયા..!

ડેપ્યુટી મેયરના વોર્ડ માં પાણી માટે વલખાં મારતા સ્થાનિકો :અમારું કોઈ સાંભળતું નથી સચીન જોષી.(સ્થાનીક રહેવાસી)લોકોમાં નારાજગી શીતવન સોસાયટીમાં પાણી વેચાતું લેવું પડે છે મહાપાલિકાના અધિકારીઓ ફકત આશ્વસન લોલીપોપ આપી જતા રહેતા હોવાની ફરિયાદ : ઠાલા વચનો.. ની ભરમાર.. ગૃહિણીઓ ત્રાહીમામ..સમસ્યા હદ નહી થાય તો થશે આંદોલન.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૧. જામનગર જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલી શીતવન સોસાયટીમાં પાણીની મોકાણના કારણે રહેવાસીઓને પાણી વેંચાતું લેવું પડે છે.

9 મહિનાથી પાણી ના આવતા પારવાર મુશ્કેલીના કારણે રહેવાસીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.

મનપાના અધિકારીઓ ફકત આશ્વાસન આપી જતા રહેતા હોવાની ફરિયાદ રહેવાસીઓએ કરી છે . શહેરના લાલવાડી વિસ્તારમાં શીતવન સોસયટીમાં છેલ્લાં 9 મહિનાથી પાણી આવતું નથી.

આ સોસાયટીમાં 250 પરિવાર રહેતા હોય અને તમામ લોકો મનપાને નિયમિત પાણી વેરો ભરતા હોવા છતાં પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે.

રહેવાસીઓને પાણી ન મળતાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નવાઇની વાત તો એ છે કે શીતવન સોસાયટીની બાજુમાં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં નિયમિત પાણી આવે છે.

પરંતુ શીતવન સોસાયટીમાં પાણી આવતું નથી આથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે આ અંગે રહેવાસીઓએ અનેક વખત મનપાના અધિકારીઓને રજૂઆત કરી છે .

મનપાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી પાણીની સમસ્યા ઉકેલાઇ જશે તેવા આશ્વાસન આપી જતા રહે છે પરંતુ સમસ્યા હજુ સુધી ઉકેલાઇ નથી શીતવન સોસાયટીના રહેવાસીઓની મહાનગરપાલિકા સામે આક્રોશભરી રજૂઆત જેમાં ઠાલા વચનો મળે છે.