પોલીસકર્મીઓનું આંદોલન : સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે આંદોલન મુદ્દે ગુજરાત પોલીસે જાહેર કર્યા આદેશ.

0
650

પોલીસકર્મીઓનું આંદોલન : સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે આંદોલન મુદ્દે ગુજરાત પોલીસે જાહેર કર્યા આદેશ, ગેરમાર્ગે દોરનાર સામે લેવાશે પગલાં..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ર૭. સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનને લઈને ગુજરાત પોલીસે આદેશ જાહેર કર્યા છે.

આદેશ અનુસાર ગ્રેડ પેને લઈને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનાર સામે પગલાં લેવાશે એવું કહેવામાં આવ્યું છે.

જ્યારે રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા અપાતી હોવાની સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે.

જણાવી દઈએ કે કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાના આંદોલન બાદ આ આદેશ જાહેર કરાયા છે. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા.

ગઈકાલે હાર્દિક પંડ્યાના આ ધારણા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને તેને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આદેશમાં કહેવાયું છે કે પગાર અને અન્ય ભથ્થાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. જેમાં કોન્સ્ટેબલનો પગાર 18 હજારથી 56900, હેડ કોન્સ્ટેબલનો પગાર 21700 થી 69 હજારની આસપાસનો હોવાનું કહેવામાં આવ્યું છે. મદદનીશ પોલીસ ઇન્સ્પેકટરનો પગાર પણ 25500 થી 81 હજારની આસપાસ છે.

આ આદેશમાં પોલીસ વિભાગે બે મુદ્દા સ્પષ્ટ કર્યા છે. સાતમાં પગાર પંચ પ્રમાણે પગાર આપવામાં આવી રહ્યું છે. તેમજ અન્ય ભથ્થા આપવામાં આવી રહ્યા છે. ઝઅ, ઉઅ અને રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીને તકલીફ હોય તો તે પોલીસ ફોરમમાં તેની રજૂઆત કરી શકે છે.

પરંતુ જો સોશિયલ મીડિયામાં ઉશ્કેરવા જનક પોસ્ટ મુકાશે અને પોલીસ કર્મચારી જો એમાં શામેલ હશે તો તેની સામે ખાતાકીય ભંગના પગલા લેવામાં આવશે. તેની સાથે ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે.