જામનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા ACB ના છટકામાં સપડાયા..

0
948

જામનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા..

જામનગરમાં ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તવાઈ: ACBના હાથે ચડ્યો નાયબ મામલતદાર..

ACBએ છટકું ગોઠવી રંગે હાથે ઝડપી લીધો : લાંચિયા અધિકારીઓમાં ફફડાટ…

જામનગર એસીબી સફળ ઓપરેશન સિનિયર નાયબ મામલતદાર… ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય…

ફટાકડાના લાયસન્સ માટે માંગી હતી લાંચ : જામનગર એસીબીની કાર્યવાહી..

અગાઉ પણ લાંચના ગુન્હામાં ઝડપાતા સસ્પેન્ડ કરાયા બાદ ફરી નોકરી ઉપર લેવાયા હતા: ઘરે પણ પોલીસનો જાપ્તો ગોઠવાયો..

દેશ દેવી ન્યુઝ-જામનગર. ર૩ જામનગરમાં વધુ એક ઉચ્ચ સરકારી કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાઇ ગયા છે.  જામનગરના નાયબ મામલતદાર ફટાકડા ના લાયસન્સ માટે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ બનાવમાં ફરી એક વખત સરકાર કર્મચારી સંકૂલમાં ફફડાટ વ્યામી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના એક જાગૃત નાગરિકે એસીબીને જાણ કરીને આરોપી ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય સિનિયર નાયબ મામલતદાર, જામનગર શહેર મામલતદારની કચેરી, વર્ગ-3 એ લાંચ રૂ.10000/- ની માંગણી કરી હતી.

જેથી એસીબી ટીમે ગોકુલ ટ્રેડર્સે કરિયાણાની દુકાન પાસે, ખુલ્લા પ્લોટમાં, રડાર રોડ, ગોકુલનગર, જામનગર ખાતે દરોડો પાડ્યો હતો. અને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

જામનગર ACB ટીમને માહિતી મળી હતી કે જામનગર શહેર મામલતદારની કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.5000/- થી રૂ.10000/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ મેળવવા અભિપ્રાય મળતો ના હોય,જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર જાગૃત નાગરિકનો સંપર્ક કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આ કામના આરોપી ચેતન ઉપાધ્યાયએ સહકાર આપનાર જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી લાઇસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.10000/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યો છે.

આ કામગીરી એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એસીબી પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારી – એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, રાજકોટ એકમ રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.
એસીબી ટીમે તેને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. તેમના ઘરે પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો છે.

અગાઉ પણ ચેતન ઉપાધ્યાય લાંચ લેતા ઝડપાયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ પૂન: નોકરી ઉપર લેવામાં આવ્યા હતા જયા આજે ફરી વખત રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.