જામનગરમાં વેપારી ઉપર બુટલેગરનો હુમલો : પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે ફરિયાદ.

0
1809

જામનગરમાં બુટલેગરોની દાદાગીરી : વેપારી ઉપર હિચકારો હુમલો

દારૂના ધંધાર્થી પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે ફરિયાદ.

શહેરના હીરજી મીસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહેલા વેપારીની બાઇકને કારની ટકકર મારી છરી વડે હુમલો કર્યો..

વેપારીએ દારૂના ધંધાની પ્રવૃતિ અટકાવવાની અરજી કરી હતી..

ઈજાગ્રસ્ત બનેલા વેપારી નાનજીભાઈ નાખવાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર ખસેડાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૩. જામનગરમાં બુટલેગરો બેફામ બન્યા હોય અને સરાજાહેર લુખ્ખાગીરી અને દાદગીરી શરૂ કરી હોય તેમ બે બુટલેગરોએ એક વેપારી ઉપર હિચકારો હુમલો કર્યા છે.

ઘાયલ વેપારીએ થોડા સમય અગાઉ પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે દારૂનો ધંધો કરતા હોય અને તેમને અટકાવવા માટે અરજી કરી હતી. જેનો ખાર રાખી ઉપરોકત્ત બંને શખસોએ ગઇકાલે વેપારી નાનજીભાઇ ઉપર હુમલો કર્યો હતો.

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર મુખ્યમંત્રી આવાસ માં રહેતા નાનજીભાઈ વશરામભાઈ નાખવા નામના 42 વર્ષના વેપારી યુવાને પોતાને કારની ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવવા નો પ્રયાસ કરવા અંગે ,તેમજ જમીન પર પડી ગયા પછી પોતાને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે દારૂના ધંધાર્થીઓ પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના એક સાગરિત સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા વેપારી નાનજીભાઈ નાખવાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નાનજીભાઈ નાખવા કે જેની પાડોશમાં રહેતા પાર્થ ઉર્ફે જાબલી એ દારૂનો ધંધો ચાલુ કર્યો હોવાથી આજથી પાંચેક માસ પહેલાં વેપારીએ તેની સામે ફરિયાદ કરી હતી, અને દારૂનો ધંધો નહીં કરવા જણાવ્યું હતું.

જેનું મનદુ:ખ રાખીને ગઈકાલે વેપારી નાનજીભાઈ નાખવા પોતાનું બાઇક લઇને હીરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહયા હતા.જે દરમિયાન બદલો લેવાના ભાગરૂપે દારૂનો ધંધાર્થી જાંબલી અને તેનો સાગરીત એક કોફી કલરની કારમાં પાછળથી આવ્યા હતા, અને મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારી વેપારી અને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં વેપારી જમીન પર પટકાઈ પડયા હતા, અને તેઓને નાની-મોટી ઈજા થઈ હતી. જે ઊભા થાય તે પહેલાં જ જાબલી અને તેનો સાગરીત છરી સાથે કારમાંથી ઉતરીને ધસી આવ્યા હતા, અને વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા પછી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ 308, 323,324,506(2) ,114 અને જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઇને શહેરમાં ચકચાર જાગી છે આ કેસની વધુ તપાસ સીટી-સીના પીએસઆઇ એસ.એમ.સીસોદીયા ચલાવી રહ્યા છે.