જામનગર જીલ્લા જેલમાં સુરેન્દ્રનગર ACB ત્રાટકી : જેલ સહાયક વતી વચેટીયો ઝડપાયો.

0
610

જામનગરમાં સુરેન્દ્રનગર ACB ની સફળ ટ્રેપ..

ચા-વાળાને દલાલી કરવી ભારી પડી… ગુનો ચડી ગયો લટકામાં…!

જામનગર જિલ્લા જેલમાં પાન મસાલા ની સગવડ પૂરી પાડવા માંગી ૫૦૦૦ની લાંચ જેલ સહાયક વતી વચેટીઓ રંગે હાથે ઝડપાયો.

જામનગરમાં લાંચીયા બાબુઓની મોસમ ખીલી.. ACB એકશનમાં.. સરકારી બાબુઓમાં ફફડાટ..

અશ્વિનભાઇ મણીશંકર જાની જેલ સહાયક વર્ગ-૩ જામનગર જીલ્લા જેલ જી જામનગર તથા મછાભાઇ કમાભાઇ જાદવ (પ્રજાજન) રહે-જામનગર રંગે હાથે ઝડપાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦.  જામનગર જિલ્લા જેલમાં પાન મસાલા ની સગવડ પૂરી પાડવા રૂપિયા પાંચ હજારની લાંચમાં અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયક, વર્ગ-૩,  વતી જામનગર જીલ્લા જેલની દિવાલ પાસે જય રવરાય કુપા માલધારી ચાની હોટલ ધરાવતા મછાભાઇ કાચાભાઇ જાદવ રંગે હાથે ઝડપાઇ જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ફરીયાદીનો ભાઇ જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે  અશ્વિનભાઇ મણીશંકર જાની જેલ સહાયક નાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરી ફરીયાદી પાસે રૂા.૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન અશ્વિનભાઇ મણીશંકર જાનીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનુ જણાવી લાંચની રકમ જેલની દિવાલ પાસે ચાની હોટલ ધરાવતા મછાભાઈ કાંચાભાઇ જાદવ ને આપી દેવા કહેતા ફરીયાદી તથા પંચ-૧ મછાભાઇ પાસે જતા આરોપી મછા ભાઈએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીના ફોનથી આરોપી મછાભાઇએ  આરોપી અશ્વિનભાઇ મણીશંકર જાની સાથે વાતચીત કરતા મછા ભાઇ ને ફરીયાદી પાસેથી લાંચની રકમ લઇ લેવા જણાવતા મછાભઇએ ફરીયાદી પાસેથી પંચ-૧ ની હાજરીમાં લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયેલ.

અશ્વિનભાઇ મણીશંકર જાની  હાજર મળી આવેલ નહી અને પોતાનાં રાજયસેવક તરીકેનાં હોદાનો દુરૂપયોગ કરી આરોપી કાચાભાઇનાએ મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.

એસીબીના મદદનીશ નિયામક અજયસિંહ પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ  ટ્રેપીંગ અધિકારી-  ડી.વી રાણા  પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી.પો. સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ જામનગરમાં સતત બીજા દિવસે એસીબીની ટ્રેપ ગોઠવાતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.