મગરે યુવકને પાણીમાં ખેંચી લેતા મોત : જામનગર જીલ્લામાં અરેરાટી

0
1535

ગંભીર ઇજાગ્રસ્ત યુવાને સારવાર પુર્વે દમ તોડ્યો..

કુદરતી હાજતે ગયેલા યુવકને મગરે પાણીમાં ખેંચી લીધો : મોત..

જામજોધપુર ના તરસાઇ ગામનો બનાવ …

મગરે દેખા દેતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ : ભારે અરેરાટી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦.  જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નદીના કાંઠે કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતો અને મજુરીકામ કરતો  કનુભાઈ જીવાભાઈ વાઢીયા (ઉ.વ. 43) નામનો શ્રમિક યુવાન મંગળવારે સવારે નવ વાગ્યાના બનાવની સુમારે નદી કિનારે કુદરતી હાજતે ગયો હતો. જે વેળાએ અચાનક જ મગરએ દેખા દેતા તેને પાણીમાં ખેંચી લીધો હતો.

જે બનાવના પગલે ભારે દેકારો બોલી ગયો હતો. જે દરમિયાન પાણીમાં મગરએ ખેંચી લેતા શરીરે ગંભીર ઇજા થતા તુરંત જ સ્થાનિકો સહિતના લોકોએ બહાર કાઢીને જામજોધપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જોકે ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ મૃતકના પરીજન રાજુભાઇ કનુભાઇ વાઢીયાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટીમ ઘટનાસ્થળ અને હોસ્પીટલમાં દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તરસાઇ પંથકની નદીમાં મગરના આક્રમણમાં માનવ જીંદગીનો ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બીજી બાજુ મગરના પગરવના પગલે સ્થાનિકો સહિત સીમના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો . જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નદીના કાંઠે કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.