જામનગર મેડીકલ કોલેજના હોસ્ટેલમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો: નવાગામ ધેડનો શખસ ઝડપાયો.

0
1409

જામનગર મેડીકલ કોલેજના હોસ્ટેલમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો.

નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઘેલુભાઈ દેવાભાઈ જોગસને ઝડપી લેવાયો..

બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કરાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના હોસ્ટેલ નંબર-1 ના 8 નંબરના રૂમમાં રહેતા અને અને ભાવનગર જિલ્લાના સિહોર ના વતની રિધેશ દેવજીભાઈ કોશિયા નામના તબીબી વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ટેબલ પર રાખેલો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી.

જયારે તેના બાજુના રૂમમાં પણ અન્ય તબીબી વિદ્યાર્થી નો મોબાઇલ કે જે રૂમ ખુલ્લો હતો, તેનો દરવાજો ખોલી અંદરથી ચોરી કરી તસ્કરો ઉઠાવી ગયો હતો. જે બંને મોબાઇલ ફોનની ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી અને મેડિકલ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ફંફોડ્યા હતા. જેના આધારે તસ્કરને શોધી કાઢ્યો હતો, અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મેડીકલ કેમ્પસ ના પાછળના ભાગમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઘેલુભાઈ દેવાભાઈ જોગસવા નામના એક તસ્કરને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કરી લેવાયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમ્યાન પોતે અગાઉ એક રીક્ષા ચોરી માં તેમજ એક બાઈક ની ચોરી કરવા અંગેના પ્રકરણમાં પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે.

દરમિયાન ગત 12મી તારીખે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઘૂસ્યો હતો, અને મોબાઈલ ફોનની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.