જામનગરમાં ક્રિકેટરનો જુગાર રમાડતા ‘સચીન’ને ઝડપી લેતી LCB

0
1549

જામનગરમાં ક્રિકેટરનો જુગાર રમાડતા ‘સચીન’ને ઝડપી લેતી એલસીબીદેશ દેવી ન્યુઝ નેટવર્ક o૭. જામનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહેલા 20-20 ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર સટ્ટો રમાડતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન સચીન કાંતિ નંદા નામના શખ્સને ઝડપી લઇ રૂા.2900 ની રોકડ રકમ અને બે હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.4900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામનગરના રવિ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી.જેના આધારે એલસીબીએ સીટી એ ડીવીઝનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.