જાહેર રજાના દિવસે ચાલતી મોદી સ્કૂલને ABVP ના કાર્યકરોએ બંધ કરાવતા સર્જાય બબાલ: મામલો પહોંચ્યો પોલીસ મથક

0
702

જાહેર રજાના દિવસે સ્કુલ ચાલતી હતી ત્યારે ABVP દ્વારા હંગામો મચાવવામાં આવ્યો

વિવાદીત મોદી સ્કુલ બંધ કરાવવાના પ્રકરણમાં ABVP ના 6 કાર્યકરોની અટક કરાઇ..

સ્કુલ સંચાલકોએ જેના વિરુદ્ધ અરજી આપી તે પણ વિદ્યાર્થી હોય… ભારે રાજકીય દબાણ હેઠળ ગુનો “ન” નોંધાયો..?

શાળા સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. દેશ દેવી ન્યુઝ નેટવર્ક O4.જામનગર શહેરની મોદી સ્કુલમાં 2 ઓકટોમ્બરના રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ હોય ત્યારે એબીવીપીના કાર્યકરોએ સ્કુલમાં હંગામો મચાવીને વિદ્યાર્થીઓને છોડી મુકી એક કલાક સુધી ભયનો માહોલ પેદા કર્યો હતો તેવી સ્કુલ સંચાલકોએ આપી અરજી. આ ચકચારી પ્રકરણમાં ધૂંધવાયેલા શાળા સંચાલકોએ પોલીસમાં એબીવીપીના કાર્યકરોની ગુંડાગર્દી વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવા વિનંતી કરતા પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ એબીવીપીના કહેવાતા ૬ કાર્યકરોની અટક કરતા રાજકીય મામલો ગરમાયો છે.

શહેરના શરૂસેકશન રોડ પર આવેલી મોદી સ્કુલમાં ધો .10 અને 12 ના છાત્રોનું શૈક્ષણિક કાર્ય તા . 2 ઓકટોમ્બર ગાંધી જયંતિના દિવસે ચાલુ હતું ત્યારે બપોરના 12.45 ની આસપાસ મુકવામાં એબીવીપીના કાર્યકરો ત્યાં પહોચી ગયા હતાં અને ગેઇટ બંધ કરી હંગામો મચાવી દીધો હતો . જેના કારણે સ્કુલમાં વિદ્યાર્થીઓ અત્યંત ડરી ગયા હતાં.એક કલાક સુધી ચાલેલી માથાકૂટ બાદ સ્કુલમાંથી વિદ્યાર્થીઓને છોડી આવ્યા હતાં, પરંતુ સ્કુલમાં જે રીતે હંગામો થયો અને છાત્રો ડરી ગયા બાદ શાળા સંચાલકોએ કહેવાતા કાર્યકરો વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવાની માંગણી કરી હતી.

જે અનુસંધાને ભારે રાજકીય દબાણ આવ્યું હતું , છતાં પણ પોલીસે ગુનો ન નોંધી તમામ કહેવાતા એબીવીપીના કાર્યકરો દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા આશીષ હુકમસિંહ પાટીદાર , કુશાલ પ્રકાશભાઇ , રૂત્વિક યોગેશભાઇ જયદેવસિંહ વિકમસિંહ અને હર્ષવધન મોહનભાઇ સામે કલમ 151 મુજબ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતાં.
બનાવે સારી એવી ચકચાર જગાવી છે .