અગાઉ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે એડવાઈઝરનું બાળમરણ થયું હતું..?
રાજકોટના પોલીસ કમિશનર અગ્રવાલે હેલ્થપરમિટ અને આર્મ્સના લાઇસન્સમાંથી બેમાંથી એક જમા કરાવવાનો નિયમ બનાવ્યો હતો.. ગૃહમંત્રીએ લગાવી રોક..
ધારાસભ્યની રજૂઆત બાદ ગૃહમંત્રીએ સૂચના આપતા જણાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…?
પોલીસ કમિશનરના નિયમને છેદ ઊડાવતા..ગૃહ મંત્રી..
અત્યાર સુધીમાં જે જે લોકોના બે માંથી એક પરવાના જમા લઈ લેવાયા છે તે લોકોનું શું…
રિવોલ્વર લાઈસન્સ કે હેલ્થ પરમીટ બે માંથી એક જ પરવાનો રાખવાની ફરજ ન પાડી શકાય.. ધારાસભ્ય ગોવિંદ પટેલ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૩૦. અગાઉ રાજ્ય સરકારની એડવાઇઝના પગલે જે લોકો પાસે રિવોલ્વર લાઈસન્સ હશે તેને હેલ્થ પરમીટ મળી શકશે નહીં અથવા તો બે લાયસન્સ ધારકોને એક જમા કરવવાની સૂચનાનું બાળમરણ થયું હતું.. તેની વચ્ચે રાજકોટમાં નવો વિવાદ સર્જાતાં આશ્ચર્ય..
રાજકોટ શહેર પોલીસે નવો નિયમ બનાવ્યો હતો કે જે કોઇ વ્યક્તિ પાસે હેલ્થ પરમિટ અને આર્મ્સ લાઇસન્સ છે તેમણે બેમાંથી એક જમા કરાવવાનું રહેશે જોકે પોલીસ કમિશનરના આ મનઘડંત નિયમ પર ગૃહમંત્રીએ ધારાસભ્ય ગોવિંદ પટેલની રજૂઆત બાદ રોક લગાવી છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે , મને કેટલાક લોકોએ મળીને કહ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હેલ્થ અને હથિયાર બેમાંથી એક લાઇસન્સ જમા કરવા ફરજ પાડી રહ્યા છે આવો કોઇ નિયમનથી.
આ રજૂઆત મળતા મેં તપાસ કરતા જોયું તો આવો કોઇ નિયમ બીજા શહેરોમાં કે જિલ્લાઓમાં ન હતો ફક્ત રાજકોટ શહેરમાં જ હોવાનું સામે આવ્યું હતું.
આથી હું સીધો ગૃહમંત્રીને મળવા ગયો હતો અને વાત મૂકી હતી. તેમણે તુરત જ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી ભટ્ટને ફોન કરી આ નિયમ પૂક્યો હતો અને તેમણે પણ ના પાડતા સૂચના આપી કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને કહો કે કાયદા પ્રમાણે કામ કરે . ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા જો હવે પોલીસ કોઇને આ રીતે એક જ પરવાનો રાખવાનું દબાણ કરે તો સીધો મારો જ સંપર્ક કરી શકે છે.
જોકે હવે એવા લોકો પણ સામે આવ્યા છે જેમની પાસેથી ફરજિયાત એક લાઇસન્સ જમા કરાવી લીધું છે તેમની પણ લેખિત રજૂઆત લઈને ગૃહવિભાગમાં રજૂઆત કરીશું.
રાજકોટના ધારાસભ્ય ગૃહમંત્રીને રજૂઆત કરતા એક સમસ્યાનો અંત આવ્યો છે.
જો કે પોલીસબેડામાં ચર્ચાતી વિગત મુજબ પોલીસ કમિશનર અગ્રવાલે આ નિયમ ઘણા સમય પહેલાં બનાવી દીધો હતો.