જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધીનો રસ્તો બન્યો ધોબીઘાટ :તંત્ર નિંદ્રામાં
જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલ બ્યુટીફીકેશનના લીરા..!
અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધી ડિવાઈડર ધોબી ઘાટ થઈ જતા આશ્ચર્ય.
અગાઉ એસ્ટેટના દબાણ નિરીક્ષક (રામ લખન)ની કામ કરવાની કાર્યશૈલીથી શહેરના દબાળખોરો પર જબરી પકડ હતી પરંતુ હાલની પરિસ્થિતિ મરણ પથારી હોય તેવું લાગી રહ્યું છે.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક :જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની શોભામાં ચાર ચાંદ લગાડવા માટે લાખો-કરોડોના ખર્ચે સુશોભનીય કામગીરી કરવામાં આવી રહી છે અને શહેરમાં બાગ-બગીચા, દિવાલો પર ચિત્રો તેમજ શહેરની શોભા વધારવા માટે અનેક કામગીરી કરવામાં આવી છે.
આથી જામનગરમાં દર વર્ષે આવતા હજારો પ્રવાસીઓ જામનગર શહેરની સારી છાપ કેમેરામાં કેદ કરીને સંભારણા રૂપે લઈ જાય.
પરંતુ જામનગરની સુશોભનીયમાં કાળી ટીલી લાગી હોય તેમ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એવા અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધીના રસ્તા પર કોઈ વ્યક્તિઓએ લાંબી દોરી બાંધીને કપડાં સુકવેલા જોવા મળતા આ રોડ ધોબીઘાટ જેવો બની ગયો હતો.
રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો માટે જાહેર માર્ગ પરના ડિવાઈડર વચ્ચે સુકવેલ તોરણીયા કપડા ટીકા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.!