ભાજપના કોર્પોરેટરની વેદના વોર્ડ-૨ માં કેનાલ-નદી ઉપર ખડકેલા દબાણો દૂર કરો: નકર થશે આંદોલન

0
1102

ભાજપના કોર્પોરેટરની વેદના વોર્ડ-૨ માં નદી- કેનાલ ઉપર ખડકેલા દબાણો દૂર કરો: કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા-જયરાજસિહ જાડેજામ્યું.કમિશનર,કલેકટર અને એસપીને લેટરબોંબથી રજુઆત કરતા ખળભળાટ

આવનારા દિવસોમાં નવાજૂનીનાં એંધાણ….નદી -કેનાલ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહી આવે તો સ્થાનિકોની સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા કોર્પોરેટરો.દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર
વોર્ડ નંબર-ર ના ભાજપી કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ કેનાલ ઉપર ખળકાયેલ બાંધકામના મુદ્દે જામનગર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિતનાને રજૂઆત કરતા દબાળ કારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 

આ સમસ્યા સમગ્ર જામનગરની છે અગાઉ જામનગર મહાનગર પાલિકાના કમિશનર, કલેકટર, એસ.પી સહિતના કાફલાએ રંગમતી નાગમતી નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણનો તાગ મેળવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં નિકળતી વરસાદી કેનાલ- નદી ઉપર દબાણકારો દ્વારા આડેધડ મકાનો બનાવી વેચી મારવામાં આવ્યા હોવાને કારણે તારાજી સર્જાય હતી.

તાજેતરમાં જ પડેલ અતી ભારે વરસાદને કારણે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને સ્થાનીકોને ગંભીર નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો સાથે દબાળકારોના દબાણને લીધે કુદરતી પાણીનો નિકાલ અટકી જવા પામેલ.

ભાજપના  કોર્પોરેટરોની અંતર આત્મા જાગતા નદી કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણના મુદ્દે રજૂઆત કરી સ્થાનિકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી આપતા અધિકારીઓ માં દોડધામ મચી જવા પામી છે.

હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં નદી કેનાલ ઉપર થયેલ દબાણ દૂર થશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે.?

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં દબાણો થયા છે જે અન્ય સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વિસ્તારના દબાણો કેમ દેખાતા નથી.?તે ચર્ચાનો વિષય છે.