પોલીસ દ્વારા ખોટો કેસ અને માર માર્યાનો આક્ષેપ કરીને યુવાને ઝેરી દવા પીધી: પોલીસ વર્તુળમાં ભારે ચર્ચા
ખંભાળિયાના યુવાને દવા પી પોલીસ ઉપર દબાણ કરવા કયું નાટક.! લોકમુખે ચર્ચા
શહેર ભરમાં ભારે ચકચાર મચી હું સ્યુસાઈડ કરૂ છું ‘ એવો વીડિયોફેસબુક પર શેર કરી ખંભાળિયાના યુવકે ઝેરી દવા પી લીધી : સારવાર અર્થ ખંભાળીયા બાદ જામનગર ખસેડાયો
દેશ દેવી ન્યુઝ નેટવર્ક :દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રહેતા એક યુવાને હુ સ્યુસાઇડ કરૂ છુ એવો વિડીયો ફેસબુક પર શેર કરી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો છે.
ભોગગ્રસ્તે એક પોલીસ કર્મી ગત તા .13 ના રોજ ઘરેથી ઉપાડી જઈ પોલીસ ચોકી લઇ જઇ અસહ્ય માર માર્યાનો આક્ષેપ પણ કથિત વિડીયોમાં કર્યો હતો.
આ બનાવના પગલે પોલીસ બેડામાં દોડધામ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો .
ખંભાળીયામાં સ્ટેશન રોડ ઉપરના વિસ્તારમાં રહેતા યુવાન ધર્મેશ તન્ના નામના યુવાને ગત તા.13-07-21ના રોજ એક પોલીસ કર્મી દ્વારા તેને ઘરેથી ઉપાડી જઈ નગરનાકે પોલીસ ચોકી લઈ જઈ અસહ્ય ઢોર માર મારીને તું દિવથી કેટલો દારૂ લઈ આવેલ તેમ કહી માર માર્યાનો આક્ષેપ કરતો વીડિયો ફેસબુક પર સેર કર્યો હતો.
જે બાદ યુવાને બુધવારે સવારે ઝેરી દવા ગટગટાવી લેતા પ્રાથમિક સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર માટે ભોગ બનનાર યુવાનને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જોકે , આ બનાવમાં ઝેરી દવા પિતા પહેલા યુવાને ફેસબુક ઉપર સુસાઈડ કરી રહ્યાનું વિડીયો મુક્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ સમગ્ર મામલો ટોફ ઓફ ધ ટાઉન બન્યો છે.
આ ઉપરાંત ચારેક દિવસ પહેલા કોલવાના એક યુવાને પણ જમીનમાં પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક વીજપોલ ઊભા કરવા ખાનગી કંપની દ્વારા પોલીસ ત્રાસના હિસાબે પણ યુવાને ઝેરી દવા પીધી હોવાનો બનાવ બહાર લાઈવ આવ્યો હતો.
જેમાં બુધવારે ફરી એક યુવાને જે.પી.જાડેજા નામના પોલીસ કર્મીના ત્રાસથી દવા પિવુ છે.
તેઓ વિડીયો સોશ્યલ મીડિયામાં લાઈવ કરી ઝેરના પારખા કરતા હાલ પોલીસ બેડામાં ભારે ભાગદોડ સાથે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.હાલ તો આ બનાવે સારી એવી ચર્ચા જગાડી છે.