લાલપુરના પીપળીમાં સામુહિક આપઘાત પ્રકરણમાં પાડોશી સામે આખરે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: લાલપુર તાલુકાના પીપળી ગામે રહેતા નાનજી મુળજીભાઇ મકવાણા નામના ગૃહસ્થએ તેની બે પુત્રીઓ સાથે ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે, નાનજીભાઇની બાજુમાં રહેતા રમેશ હમીરભાઇ મકવાણા નામના શખસને 15 વર્ષ અગાઉ લીમડાના ઝાડની પાળ તેના ઘરમાં અડી જતાં જે બાબતે ઝઘડો થયો હતો અને તેનો ખાર રાખી નાનજીભાઇ તેમજ તેમની દિકરી ભારતીબેન અને અંજનાબેનને ટાંટીયા ભાગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ત્રણેયે ઘરમાં રાખેલું ફીનાઇલ પી લીધું હતું.
પોલીસની આ તપાસ બાદ તેના પાડોશી રમેશ મકવાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, 15 વર્ષથી સામાન્ય બાબતે ચાલતી માથાકુટે વરવુ સ્વરૂપ ધારણ કર્યુ હતું ને માથાકુટથી કંટાળીને પરીવારે ઝેરના પારખા કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.