ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ : જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક

0
919

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ, જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના યોજાઈ રહી છે…રાજભવન ખાતે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત છે.

નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે.

ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના મંત્રીઓ…

ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કીર્તિસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ, ગણદેવી (તિં )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) જઝ
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

સૌરાષ્ટ્ર

અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
દેવા માલમ ( કેશોદ) કોળી
કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) જઝ
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) (OBC)
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) જઝ
(6) મનીષા વકીલ (વડોદરા શહેર) જઈ

નવા પ્રધાનોને આજે જ ફાળવી દેવાશે ખાતા
ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ, આજે સાંજે પ્રધાનમંડળની બેઠક યોજાશે. જેમાં શપથ લેનારા સૌ પ્રધાનોને આજે મળનારી પ્રધાનમંડળની બેઠકમાં વિભાગોની ફાળવણી કરી દેવાશે. આ અંગે સીએમંઓ ગુજરાત તરફથી ટવીટ પણ કરાયુ છે કે, પ્રદાનમંડળની બેઠક આજે સાંજે 4.30 કલાકે યોજાશે.

ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ હશે નીમાબહેન આચાર્યને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. પોતાને જે જવાબદારી સોપી છે તે અંગે ભાજપના નેતૃત્વનો નીમાબહેને આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, કાર્યકારી અધ્યક્ષ તરીકે મહિલાની પસંદગી કરવા અંગે મોટી જવાબદારી સોપી હોવાનું જણાવ્યુ હતું.