એ.કે દોશી મહિલા કોલેજના પ્રોફેસરને પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રપોઝ કરવું ભારે પડ્યું : શિક્ષણ જગત થયું શર્મનાર્ક

0
2221

શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો..

એ.કે.દોશી મહિલા કોલેજમાં પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રપોઝ કરવું ભારે પડ્યું.! ભારે ખળભળાટ

રંગીન મીજાજના પ્રોફેસરનું અપહરણ
1.50 લાખની ખંડણી વસુલાઈદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર શહેરના મહિલા કોલેજના પ્રોફેસર તેની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના મોહમાં આવી જઇ તેના સમક્ષ પ્રસ્તાવ રાખી તેને મળવા બોલાવતા જોગર્સ પાર્ક પાસે યુવતીનો બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ આવી પ્રોફેસરને માર મારી અપહરણ કરી લઇ જઇ ઢોર માર મારીને તેની પાસેથી રૂા .1.50 લાખપડાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મોડે મોડે પોલીસ ફરિયાદ થઈ છે.

જામનગર શહેરની મહિલા કોલેજ જે એ.કે.દોશી મહિલા કોલેજ તરીકે ઓળખાય છે તેમાં અંગ્રેજી ના પ્રોફેસર તરીકે નોકરી કરતા વિપુલ વિનોદભાઈ કપુર ( ઉ.વ .46 ) ને તેનો જ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી યુવતી પસંદ પડી જતાં 15 દિવસ પહેલા તેણે યુવતીને લાગણીનો પ્રસ્તાવ મુક્યો હતો યુવતીએ બોયફ્રેન્ડ હોવાનું જણાવતા પ્રોફેસરે છતાં પણ તેની સાથે સબંધો ચાલુ રાખ્યા

દરમિયાન ગત તા . 9 સપ્ટેમ્બરના રોજ પ્રોફેસરે તે યુવતીને એકાતમાં મળવા માટે બોલાવી , જે બાદ બન્ને આઇસ્ક્રીમ ખાવા માટે જોગર્સ પાર્ક મળ્યા હતાં જયાં તેનો બોયફ્રેન્ડ મનોજ ગઢવી આવી ગયો હતો અને પ્રોફેસરને જાપટમારી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી હતો

જયાં બીજી સ્કોપીયો પણ આવી ગઇ હતી અને તેમાંથી જયપાલસિંહ ઉર્ફે લાલાભાઇ ઝાલા તથા ત્રણ અજાણ્યા શખસો ઉતરી છરી સહિતના હથિયારો દેખાડી માર મારી રૂા . ૬ લાખની માંગણી કરી હતી . ગભરાઇ જઇને પ્રોફેસરે તેના સસરાને વાત કરતા રૂા .1.50 લાખની વ્યવસ્થા તથા તેને કાલાવડ રોડ પરપૈસા દેવા બોલાવ્યા હતાં અને ત્યાંથી છોડી મુકવામાં આવ્યો હતો.

બનાવથી હેબતાય ગયેલા પ્રોફેસરે ઘરે આવી તેની પત્ની અને મિત્રોને વાત કરતા તેઓ હિમત આપતા તમામ શખસો સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

પ્રોફેસરના અપહરણ અને રૂપિયા પડાવવાની આ રીતથી શિક્ષણ જગતમાં સારી એવી ચકચાર જાગી છે .

હાલ તો ચારેય આરોપીઓની અટક કરવામાં આવી છે જામનગરમાં પ્રોફેસરના અપહરણ પ્રકરણમાં પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક મનોજ ગઢવી , જયપાલસિંહ ઝાલા તથા અન્ય બે શખસોને ઝડપી લીધા છે અને તેમના કોરોના ટેસ્ટ કરાવ્યા છે , જેના રિપોર્ટ આવ્યા બાદ તેમની વિધીવત અટક કરવામાં આવશે, જે બાદ ઓળખવીધી અને પુછપરછ અને રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે